For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ; જાણો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બીજી શું કરી આગાહી

03:19 PM May 15, 2024 IST | Drashti Parmar
ગુજરાતમાં આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ  જાણો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બીજી શું કરી આગાહી

Weather expert Ambalal Patel: ગુજરાતના કેટલાક શહેરોમાં વૈશાખ માસમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં કેવું હવામાન રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી આપી છે.હવામાન વિભાગે આપેલી આગાહી(Weather expert Ambalal Patel) અનુસાર રાજ્યમાં હજુ બે દિવસ એટલે કે 17મી તારીખ સુધી વરસાદ વરસી શકે છે. જે બાદ ફરી ગરમીનું પ્રમાણ વધશે.

Advertisement

રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસમાં હવામાન કેવું રહેશે તે અંગે જણાવતા કહ્યું કે હજુ પણ આગામી 16 મે સુધીમાં પ્રી-મોન્સુન એક્ટીવીટી થશે. આ સાથે જ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ છે. આ ઉપરાંત 17 મે સુધી પ્રી મોન્સુન એક્ટીવીટી થશે. રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ ઘણું રહેશે. જો કે ત્યાર બાદ ગરમી એટલે કે બફારાનું પ્રમાણ વધી શકે છે.

Advertisement

મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી જેવું થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે. બનાસકાંઠા, પાલનપુર ડીસા, કાંકરેજ, રાધનપુર સહિત આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. 30થી 40 કિલોમીટરે આંચકાનો પવન રહેશે.

Advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, મે માસના અંતમાં પણ પ્રી મોનસુન એક્ટિવીટી થવાની શક્યતા છે. 24 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્તા રહેલી છે. 16 મે પછી બંગાળના ઉપસાગરમાં લગભગ 24 મે સુધીમા અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે ચોમાસું વહેલું આવાની શક્યતાઓ રહેલી છે.

મે મહિના અંતમાં અને જૂનની શરુઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે. ચોમાસાનો શરુઆતનો વરસાદ પણ ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા રહેલી છે.  આંધી વંટોળના કારણે  બાગાયતી પાકો પર અસર થશે અને વિષમ હવામાનની વિપરિત અસરના કારણે શાકભાજીના પાકોમાં રોગ આવવાની શક્તાઓ પણ જણાય રહી છે.

Advertisement

તો બીજી તરફ હવામાન વિભાગના અન્ય નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવે છે કે ગુજરાતમાં 16મી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે 17મી તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી કરી છે. આ સાથે જ તેમણે ગુજરાતના વરસાદીની આગાહી આપી છે.

15 તારીખે એટલે કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના છે.  ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પાસેના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. પરંતુ બીજી બાજુ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાના ભાગોમાં એટલે કે કહી શકાય કે, રાજસ્થાનથી લઇને અરબ સાગરના ઉભા પટ્ટામાં વરસાદની તીવ્રતામાં વધારો નોંધાય શકે છે.

Tags :
Advertisement
Advertisement