For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વરસાદ પડતાં જ ખોરવાયું ગૃહિણીઓનું બજેટ: શાકભાજીના ભાવ આસમાને, જાણો આજના નવા ભાવ

05:37 PM Jun 11, 2024 IST | V D
વરસાદ પડતાં જ ખોરવાયું ગૃહિણીઓનું બજેટ  શાકભાજીના ભાવ આસમાને  જાણો આજના નવા ભાવ

Increase Prices of Vegetables: અમદાવાદમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતા મધ્યમવર્ગીય ગૃહિણીઓના કિચન બજેટ ખોરવાઈ ગયા છે. પરંતુ વરસાદની સીઝન દરમિયાન શાકભાજીના(Increase Prices of Vegetables) ભાવમાં હજુ પણ વધારો થવાની શકયતા રહેલી છે. મધ્યમવર્ગીય ગૃહિણીઓ અને ઘર ચલાવનારા પુરુષો પણ આ કમ્મરતોડ મોંઘવારીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોજીંદી આવશ્યક જરૂરીયાત ગણાતી શાકભાજીને લઈને તેઓના ખીસ્સા પર ભારણ વધવા લાગ્યુ છે.

Advertisement

શાકભાજીના ભાવમાં વધારો
ચોમાસાના પ્રારંભથી જ લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે જેથી મધ્યમવર્ગીય ગૃહિણીઓ અને ઘર ચલાવનારા પુરુષો પણ આ કમ્મરતોડ મોંઘવારીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોજીંદી આવશ્યક જરૂરીયાત ગણાતી શાકભાજીને લઈને તેઓના ખીસ્સા પર ભારણ વધવા લાગ્યુ છે. આ વધારાથી ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ જશે તેવું લાગી રહ્યું છે.

Advertisement

એપીએમસી શાકમાર્કેટમાં આજથી એક માસ અગાઉની તુલનામાં હાલ શાકભાજીના ભાવમાં બે ગણો વધારો થયો છે. જેમાં પરવલ, કારેલા,રીંગણા અને શક્કરીયા રૂા ૪૦ ના કિલોના ભાવે વેચાતા હતા જેમાં હાલ અંદાજે રૂા ૩૦ થી ૪૦ નો વધારો થયો છે. તુવેર અને વાલોળના ભાવ એક મહિના અગાઉ રૂા ૧૫૦ હતા જે હાલ રૂા ૧૫૦ થી લઈને ૨૫૦ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ચોળી, ભીંડો, ગુવાર, ફલાવર બમણા ભાવે વેચાઈ રહ્યા છે.

Advertisement

લીલા શાકભાજીની આવક ઘટી
.સામાન્ય રીતે અષાઢ મહિના ના અંતે ભાવમાં વધારો થતો જાય છે.પરંતુ ચાલુ વર્ષે એક માસ અગાઉ શાકભાજી ના ભાવ માં વધારો ઝીકાયો છે.15 દિવસ પહેલા લીલી શાકભાજી 35 થી 40 રૂપિયા ના ભાવે મળતી હતી.તે આજે 60 થી 80 રૂપિયે કિલો ના ભાવે મળતા ગૃહાણીઓનુ બજેટ ખોવાઈ ગયુ છે.મહત્વનું છે કે, ચોમાસાની શરૂઆત થાય ત્યારે શાકભાજી પકવતા ખેડૂતો વરસાદને લઈને ઉત્પાદન ઘટી જાય છે, શાકભાજી બગડે પણ છે જેથી તેમને કરેલા વાવેતર કરતા ઉત્પાદન ઓછું થાય છે, તો બીજી તરફ શાકભાજીના માર્કેટમાં ચોમાસામાં લીલા શાકભાજીની આવક ઘટી જાય છે ત્યારે સામે માંગ વધે છે. જેથી ભાવમાં તેજી આવી જાય છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શાકભાજીના હોલસેલના વેપારીઓના મતે, હજુ પણ ભારે વરસાદ પડે તો શાકભાજીના ભાવમાં હજુ વધુ ઉછાળો આવી શકે છે અને વરસાદ વિરામ લે, તો શાકભાજીના ભાવ ઘટી શકે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement