For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વધુ એક હીટ એન્ડ રન: રાજકોટમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લેતાં માતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત; એક પુત્ર ગંભીર

03:53 PM May 17, 2024 IST | V D
વધુ એક હીટ એન્ડ રન  રાજકોટમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લેતાં માતા પુત્રનું ઘટના સ્થળે જ મોત  એક પુત્ર ગંભીર

Rajkot Hit and Run: રાજકોટ કાલાવડ હાઇવે પર આવેલ મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે બાળકો સાથે પગપાળા જતી મહિલાને બેફામ સ્પીડે(Rajkot Hit and Run) આવતા હ્યુન્ડાઇની વર્ના કાર ચાલકે અડફેટે લેતા ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ટૂંકી સારવાર દરમિયાન બે વર્ષના પુત્ર અને માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજા પહોંચતા પરપ્રાંતિય પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

ત્રણ વ્યક્તિને કારના ચાલકે અડફેટે લીધા
રાજકોટ કાલાવડ હાઇવે પર મેટોડાના મણીદ્વીપ મંદિરની સામે રોડ ક્રોસ કરતી વેળાએ શીલુદેવી ચંદનકુમાર શાહ (ઉં.વ.21), અંકુશ ચંદનકુમાર શાહ (ઉં.વ.2) અને રાજા કૈલાશભાઈ પાસવાન (ઉં.વ.13) સહિત કુલ ત્રણ વ્યક્તિને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લીધા હતા. હિટ એન્ડ રનનો બનાવ બનતાની સાથે જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને ત્રણેય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

કાર ચાલક સામે ગુનો
અકસ્માતથી ગંભીર ઈજા થતા ત્રણેયને પ્રથમ સારવાર માટે મેટોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત વધુ નાજુક હોય જેથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં ફરજ પરના તબીબોએ શીલુદેવી તેમજ તેમના પુત્ર અંકુશને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માત સર્જી નાસી છૂટનાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

પરિવારમાં અરેરાટી વ્યાપી
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અને તેમનો પુત્ર કારખાનામાંથી કામ પૂર્ણ કરી ઘરે જવા નીકળ્યા હતા. તે વેળાએ રોડ ક્રોસ કરતી વખતે બનાવ બન્યો હતો. અકાળે માતા-પુત્રના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement