For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ, હિંમતનગર માર્કેટયાર્ડમાં આજે 15,000 થી લઈ 20,000 બોરી ઘઉંની આવક

06:17 PM Mar 18, 2024 IST | V D
ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ  હિંમતનગર માર્કેટયાર્ડમાં આજે 15 000 થી લઈ 20 000 બોરી ઘઉંની આવક

Agricultural News: કમોસમી માવઠાંના મારને પગલે ઘઉંની ગુણવત્તા બગડવાની અને ભાવ ન મળવાની ખેડૂતોની દહેશત વચ્ચે સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં(Agricultural News) આજે ઘઉંની ખરીદીનો ભાવ રૂપિયા 480 થી 800 સુધી બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પંથકના ઘઉંમાં દર વર્ષે ઊંચા ભાવ મળતા હોય છે. આ વિસ્તારના ઘઉં ચમકતા અને દળદાર હોય છે જેને કારણે મહત્તમ ભાવ મળતો હોય છે. ઊંચા ભાવ બોલાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

ઘઉંના ભાવ જોઈ ખેડૂતો ખુશખુશાલ
હિંમતનગરમાં માર્કેટયાર્ડમાં ઘઉંની અધધ આવક શરૂ થઈ ગઈ છે.ત્યારે એપીએમસીમાં આજે ઘઉંના ભાવ એક મણના રૂપિયા 480 થી 800 સુધી બોલાતા માર્કેટયાર્ડ સહિત ખેડૂત આલમમાં હર્ષોલ્લાસ સર્જાયો છે,જિલ્લામાં ઘઉંનુ અંદાજિત 76000 હેક્ટરમાં વાવેતર થયું હતું. પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ત્યારે હિંમતનગરના ઓપન માર્કેટમાં જાહેર હરાજીમાં 480થી અધધ એટલે કે 800રૂપિયા સુધી ના ભાવ પડતાં ખેડૂતોને હાલ તો રાહત થઈ છે. આ વખતે બે થી ત્રણ વખત કમોસમી વરસાદ અને માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો હતો અને ખેડૂતોમાં પણ ભાવ ઓછો મળવાનો ભય હતો.

Advertisement

480થી લઈને 800 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે
હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ સારી હરાજી શરૂ થઈ છે 480થી લઈને 800 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. જો પલડેલ ઘઉં હોય તેમા સરેરાશ 450 થી લઈ 500 ની આસપાસ ભાવ પડે છે તો જે ઘઉં સારા હોય તેના 670 થી લઈને 800 સુધી ભાવ મળી રહ્યા છે જેને લઈને હાલ તો ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.ત્યારે આજે 15,000 થી લઈ 20,000 બોરી ઘઉંની આવક થવાની સાથોસાથ ભાવમાં પણ ખૂબ મોટો ઉછાળો નોંધાયો છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં આજે 350 થી વધારે ટ્રેક્ટર ગઈકાલ રાત્રથી જ લાઈનમાં ખડકાયા હતા તેમજ આજે જાહેર હરાજીની શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

Advertisement

ખેડૂતો લાઈન લગાવીને ઉભા
હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ઊંચા ભાવ પડી રહ્યા હોવાની જાણ થતાં આસપાસના જિલ્લા જેવા કે અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠાના ખેડૂતો વહેલી સવારથી જ આવી જાય છે તો આ ઉપરાંત આવતી કાલની હરાજી માટે અત્યાર થી જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહે છે.

ઘઉંની સાથે જ મકાઈના ભાવ 450થી500 જોવા મળ્યા,તો એરંડાના 1100થી 1150 ભાવ થયા હતા જયારે દેશી ચણા 1025થી 1100ની વચ્ચે ભાવ બોલાય હતા.તેમજ કાબુલી ચણા 1600થી 2150ની વચ્ચે ભાવ થયો હતો

Advertisement

Tags :
Advertisement
Advertisement