Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

આજે રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: માછીમારોને અપાઇ વૉર્નિંગ, સૌરાષ્ટ્ર-દ. ગુજરાત રહે એલર્ટ

01:05 PM Jul 04, 2024 IST | V D

Gujarat Heavy Rains: રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે. તેમાં આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની(Gujarat Heavy Rains) આગાહી છે. તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી છે.

Advertisement

8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ 2024, ગુરુવારે ગુજરાતના છ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા,નવસારી, સુરત અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં હળવા વરસાદની આગાહી છે. તથા રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં વરસાદ સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે.

Advertisement

આ વિસ્તારોમાં પડશે વંટોળ સાથે સામાન્ય વરસાદ
હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ 2024, ગુરુવારના દિવસે કેટલાક ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક જિલ્લાઓમાં વંટોળ સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.આ વિસ્તારોની વાત કરીએ તો ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડશે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિકલાકની રહેશે.આથી જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે.

કાલે શુક્રવારે ક્યાં કેવો વરસાદ પડશે
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કાલે 5 જુલાઈ 2024, શુક્રવારના દિવસે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડશે.

Advertisement

Advertisement
Tags :
Next Article