For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બાપ રે.. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, જાણો સૌથી વધુ ક્યાં આવ્યો મેઘો

11:14 AM Jun 18, 2024 IST | Chandresh
બાપ રે   છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ  જાણો સૌથી વધુ ક્યાં આવ્યો મેઘો

Gujarat Rain News: રાજ્યમાં ચોમાસાએ વિધિવત્ રીતે ચાલુ થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો આ તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં (Gujarat Rain News) પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બાબરામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

Advertisement

બાબરામાં સૌથી વધુ વરસાદ
અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે મેઘમહેર અસર જોવા મળી છે. સોમવારે સાવરકુંડલાના જીરા, બોરાળા, ખડકલા, જૂના સાવર, લાઠીના હરસુરપુર, બાબરાના વાંડળીયા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો. જ્યારે બાબરા અને લીલીયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ભાવનગરના ગારીયાધારમાં પણ ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓ વહેતી થઇ હતી.

Advertisement

Advertisement

સુરત-નવસારીમાં હળવો વરસાદ
સુરત શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે પીપલોદ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ સવારે સ્કૂલ અને નોકરી પર જતા લોકોને અટવાવાનો પણ વારો આવ્યો હતો. તો નવસારી શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો. જેને લઇને બફારાથી લોકોને રાહત મળી છે.

આજે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
હવામાન વિભાગની આગાહી અનુસાર 18 જૂનના રોજ એટલે કે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.

Advertisement

કાલે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
આવતીકાલે એટલે કે 19 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Tags :
Advertisement
Advertisement