Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અંબાલાલ પટેલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી: આગામી 4 દિવસ ગાજવીજ સાથે ગુજરાતને ધમરોળશે મેઘરાજા

12:11 PM Jun 26, 2024 IST | V D

Ambalal Patel Predicted Rain: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. હવામાન વિભાગે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે(Ambalal Patel Predicted Rain) રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 'આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. 28મી જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છ.'

26,27 અને 28 જૂનના રોજ ભારે વરસાદની આગાહી
તો બીજી તરફ જામનગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ છે. જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં સરક્યુલર સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય છે. અમદાવાદમાં આજે વરસાદની આગાહી છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. 26,27 અને 28 જૂનના રોજ ભારે વરસાદની આગાહી છે, એમ ભારતીય હવામાન ખાતાના નિષ્ણાત રામાશ્રય યાદવે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, સુરત, પોરબંદર, નવસારી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, દાહોદ, જુનાગઢ, તાપી સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરુચ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Advertisement

Advertisement
Tags :
Next Article