For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાશે; 2 દિવસનું યલો એલર્ટ જાહેર, અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર- જાણો તમારા શહેરનું તાપમાન

05:26 PM Apr 17, 2024 IST | V D
ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાશે  2 દિવસનું યલો એલર્ટ જાહેર  અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર  જાણો તમારા શહેરનું તાપમાન

Gujarat Weather Forecast: રાજ્યમાં સાયક્લોનિક સરક્યુકેલનની અસરને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત હતી. ત્યારે મંગળવારે તાપમાનનો પારો ઉપર જતા આગ ઓકતી ગરમીનો અનુભવ થયો હતો. મંગળવારે રાજ્યાના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. જેમાં સૌથી ઊંચુ તાપમાન ડાંગમાં 42.5 નોંધાઇને હોટેસ્ટ શહેર(Gujarat Weather Forecast) બન્યું હતુ. ત્યારે આ કાળઝાળ ગરમીમાંથી ફરી આંશિક રાહત ક્યારે મળશે તે હવામાન વિભાગની આગાહી પરથી જાણીએ. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરી છે.

Advertisement

રાજ્યમાં તાપમાન 40 ડિગ્રી અને તેની ઉપર નોંધાયુ
હવામાન વિભાગ દ્વારા મંગળવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી અને મેપ જાહેર કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગના મેપમાં જણાવ્યા પ્રમાણે, આજે, 17 એપ્રિલના દિવસે પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

Advertisement

આ ત્રણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.બીજી તરફ રાજ્યમાં મંગળવારે 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ હતુ. જ્યારે ડાંગ 42.5 સાથે હોટેસ્ટ જાહેર થયુ છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર ગયુ હતુ. શહેરનું તાપમાન પાંચ દિવસમાં પાંચ ડિગ્રી જેવું વધતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ ઉપરાંત ડાંગ, વડોદરા, અમરેલી, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, છોટાઉદેપુર, ભુજ અને સુરતમાં તાપમાન 40 ડિગ્રી અને તેની ઉપર નોંધાયુ છે.

Advertisement

અંબાલાલ પટેલે કરી આ આગાહી
આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બુધવારથી એટલે આજથી રાજ્યમાં ગરમી વધવાની શક્તા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી જેવું તાપમાન રહેશે. આ સાથે તેમણે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તાપમાન વધવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ કે, સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે.

સીએમએ આપી આ સૂચના
સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને હિટ વેવથી સુરક્ષા પુરી પાડવા માટે વિવિધ વિભાગોને આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે તથા કાર્યયોજના પર સંપુર્ણ અમલ કરવાનો આગ્રહ કર્યો છે. મુખ્યમંત્રીએ માનવ જીવન અને પશુધનની સુરક્ષા માટે ઝીરો કેઝ્યુએલ્ટી એપ્રોચ સાથે કામ કરવાની અધિકારીઓને સુચના આપી હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement