Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ભગવાન શિવનું આ પ્રિય ફળ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક; કિડની, લીવર સહીતના રોગો માટે છે રામબાણ ઈલાજ

06:23 PM Apr 17, 2024 IST | Drashti Parmar

Bael Beniffits: ગરમીથી બચવા તમે ઘણા ફ્રૂટ્સને પોતાના ડાયટમાં એડ કરો છો પણ શું તમને ખબર છે કે શિવજીનું પ્રિય ફળ બીલીપત્રના બીલ પણ ગરમીથી રાહત આપે છે. જો ગરમીની સીઝીનમાં તમારા ડાયટમાં બીલ એડ કરશો તો ચોક્કસ તમારા સ્વાસ્થ્યમાં(Bael Beniffits) ફાયદો થશે. કારણ કે બીલના ફળમાં બીટા કેરોટીન જોવા મળે છે, જે લીવર માટે ફાયદાકારક છે . આ સિવાય આ ફળમાં અન્ય જરૂરી તત્વ થાઈમીન અને રિબોફ્લેવિન હોય છે, જે લીવર સંબંધિત સમસ્યાઓથી રાહત અપાવવામાં અસરકારક છે.

Advertisement

બીલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ઉનાળામાં દરરોજ તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમે આ ઋતુમાં થતી ઘણી સમસ્યાઓથી બચી શકો છો.

આ ફળ હિંદુઓ માટે પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકરને બિલનો રસ અને બીલપત્ર ખૂબ જ પસંદ છે. આ ફળમાં ફાઈબર, વિટામિન અને અન્ય તમામ પોષક તત્વો હોય છે, જે માનવ શરીર માટે પણ જરૂરી છે. તો ચાલો જાણીએ બીલના ફળ ખાવાથી શું ફાયદા થાય છે.

Advertisement

કબજિયાત દૂર કરવામાં મદદરૂપ
આયુર્વેદિક ડૉક્ટર ડૉ. વિનયે જણાવ્યું કે બીલના ફળમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ માટે, ઉનાળાની ઋતુમાં, તમે નિયમિતપણે મીઠું અને કાળા મરી સાથે બીલના રસનું સેવન કરી શકો છો. જે પેટ સંબંધિત સમસ્યાઓને કુદરતી રીતે દૂર કરવામાં મદદરૂપ છે.

લીવર માટે ફાયદાકારક
બીલમાં બીટા કેરોટીન જોવા મળે છે. આ સિવાય આ ફળમાં અન્ય જરૂરી તત્વ થાઈમીન અને રિબોફ્લેવિન હોય છે, જે લીવર સંબંધિત સમસ્યાઓથી રાહત અપાવવામાં અસરકારક છે.

Advertisement

કિડની સ્વસ્થ રાખે છે
બીલમાં એવા ગુણ હોય છે જે શરીરને ડિટોક્સિફાય કરે છે. તે થાઇમીન અને રિબોફ્લેવિનથી સમૃદ્ધ છે. જો તમે આ ઋતુમાં દરરોજ બીલના ફળનો રસ પીવો છો, તો તે તમારા આંતરડાને સ્વસ્થ રાખે છે અને કિડનીની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે.
બીલમાં વિટામિન સી, પ્રોટીન, બીટા કેરોટીન, થાઈમીન જેવા પોષક તત્વો મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. દરરોજ તેનું સેવન કરવાથી તમે ઉર્જાવાન અનુભવશો. બીલના ફળમાં હાજર પ્રોટીન સ્નાયુઓના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.

Advertisement
Tags :
Next Article