Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

બોલીવુડમાં ખુશીની લહેર લઈને આવ્યું Bhool Bhulaiyaa 2: પહેલા જ દિવસે કરી સૌથી વધુ કમાણી

04:37 PM May 21, 2022 IST | Mansi Patel

શુક્રવારે રિલીઝ થયેલી કાર્તિક આર્યન (Karthik Aryan)ની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2(Bhool Bhulaiya 2)’ એ પહેલા જ દિવસે એટલી જોરદાર ઓપનિંગ લીધી છે કે વર્ષના પાંચમા મહિના સુધી કોઈ પણ હિન્દી ફિલ્મ સ્ટાર બોક્સ ઓફિસ પર કમાલ કરી શક્યો નથી. હિન્દી ફિલ્મોમાં આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ ‘બચ્ચન પાંડે (Bachchan Pandey)’ રહી છે, જેણે રિલીઝના પહેલા દિવસે 13.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કાર્તિક આર્યન, કિયારા અડવાણી(Kiara Advani) અને તબ્બુ (Tabu)ની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ એ પણ આ રેકોર્ડ તોડ્યો છે. કાર્તિક આર્યનની પોતાની કારકિર્દીની આ સૌથી મોટી ઓપનિંગ છે. આ પહેલા તેની ફિલ્મ ‘લવ આજ કલ(Love Aaj Kal)’ એ 12 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી હતી.

Advertisement

અપેક્ષા કરતાં વધુ કમાણી:
ફિલ્મ ‘Bhool Bhulaiyaa 2’ દેશભરમાં લગભગ 3200 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. ટી-સિરીઝની આ ફિલ્મ પ્રથમ દિવસે લગભગ રૂ. 11 કરોડની ઓપનિંગ લેશે તેવી અપેક્ષા હતી, પરંતુ Bhool Bhulaiyaa 2 ના ટ્રેલર અને તેના પ્રમોશનના પરિણામે, ફિલ્મે પ્રથમ દિવસે જ રૂ. 16.50 કરોડની ટિકિટ વેચી હતી. પ્રથમ દિવસે ફિલ્મની ચોખ્ખી કમાણી લગભગ 14.75 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પ્રારંભિક આંકડાઓ છે અને શનિવારે બપોરે અંતિમ આંકડા બહાર આવે ત્યાં સુધી તેમાં થોડો ફેરફાર થઈ શકે છે.

Advertisement

વર્ષની સૌથી મોટી શરૂઆત:
અનીસ બઝમી દિગ્દર્શિત ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ એ માર્ચમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’નો રેકોર્ડ તોડી નાખ્યો છે, જે વર્ષ 2022ની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ગણાતી હતી. ‘બચ્ચન પાંડે’ સિવાય, માત્ર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એકમાત્ર એવી હિન્દી ફિલ્મ રહી છે જેણે આ વર્ષે બોક્સ ઓફિસ પર રૂ. 10 કરોડ કે તેથી વધુની કમાણી કરી હોય. આ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રહી છે, જેણે બોક્સ ઓફિસ પર કુલ રૂ. 252.90 કરોડની કમાણી કરી હતી, જોકે તેનું પ્રથમ દિવસનું કલેક્શન માત્ર રૂ. 3.55 કરોડ હતું.

Advertisement

કાર્તિકની કારકિર્દીનો રેકોર્ડ:
ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ પહેલા રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કલ’ એ તેની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ રૂ. 12 કરોડમાં લીધી હતી. પરંતુ આ ફિલ્મ કુલ રૂ. 34.99 કરોડની કમાણી કરીને ફ્લોપ રહી હતી. કાર્તિક આર્યનની અગાઉની ત્રણેય ફિલ્મો જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી તે હિટ રહી હતી.

કાર્તિકના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ રહી છે, જેણે બોક્સ ઓફિસ પર કુલ 108.95 કરોડ રૂપિયાની કમાણી કરીને સો કરોડથી વધુની કમાણી કરી હતી. પરંતુ કાર્તિકની આ ફિલ્મ ‘ભૂBhool Bhulaiyaa 2’એ સમગ્ર રેકોર્ડ તોડ્યા છે. કારણ કે, ‘Bhool Bhulaiyaa 2’ની પ્રથમ દિવસે ચોખ્ખી કમાણી લગભગ 14.75 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article