For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળી આવી એવી એવી વસ્તુઓ કે હિંદુઓ થઇ ગયા ખુશ ખુશાલ- જાણો એવું તો શું મળી આવ્યું

06:23 PM May 16, 2022 IST | Hiren Mangukiya
જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળી આવી એવી એવી વસ્તુઓ કે હિંદુઓ થઇ ગયા ખુશ ખુશાલ  જાણો એવું તો શું મળી આવ્યું

GYANVAPI Masjid: છેલ્લા ઘણાં સમયથી ઘણા બધા હિન્દુ સંગઠનો અને અન્ય હિન્દુઓના આગેવાનો હિન્દુત્વ મુદ્દે ઘણાં સમયથી એકજુથ થઈને હાલ ઘણાં બધા એવા સ્થળો પણ છે જ્યાં હિન્દુઓના મંદિરો હતા અને ત્યાં મસ્જીદો બનાવી દેઅવામાં આવી છે તો ત્યાં અન્ય કોઈ સ્થળ ખડકી દેવામાં આવ્યું તેમજ ઘણાં હિન્દુ સંગઠનો દાવો પણ કરી રહ્યા છે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ સમાધિના નામે જગ્યા કબ્જે કરવા આવી હોવાના આરોપો પણ લગાવી ચુક્યા છે.

Advertisement

ત્યારે હાલ ભારતમાં ચર્ચાનો મુદ્દો હોય તો તે છે જ્ઞાનવાપી મસ્જીદ ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની અંદર વિડીયોગ્રાફી સર્વેનું કામ રવિવારે બીજા દિવસે પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સર્વેનો રિપોર્ટ 17 મેના રોજ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. સતત બે દિવસ સુધી ચાલેલા સર્વેમાં શું જાણવા મળ્યું તે જાણવા દરેક લોકો ઉત્સુક છે.

Advertisement

હકીકતમાં આજે જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી મસ્જિદના ત્રીજા દિવસનો સર્વે પૂર્ણ થયો છે અને આવતીકાલે સર્વેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તે જ સમયે, બનારસ કોર્ટમાં હિન્દુ નું પ્રતિનિધિત્વ કરતા વકીલે દાવો કર્યો છે કે મસ્જિદ પરિસરની અંદરના તળાવમાં એક શિવલિંગ મળી આવ્યું છે. એડવોકેટ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ‘તળાવનો ઉપયોગ શુદ્ધિકરણ માટે કરવામાં આવતો હતો.’ સાથે જ હવે આ જગ્યાને સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Advertisement

રિપોર્ટ અનુસાર મોટા ભાગના વિસ્તારની વીડિયોગ્રાફી કરી લેવામાં આવી છે. અત્યાર સુધી મસ્જિદ કમિટી દ્વારા વીડિયોગ્રાફીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જોકે અંતે કોર્ટના કડક આદેશનું પાલન કરાયું હતું. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં એડવોકેટ કમિશનરની કાર્યવાહી દરમિયાન રવિવાર મસ્જિદ અને ઘુમ્મટ પછી, ભોંયરાના કેટલાક ભાગોની ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

ભોંયરાના કેટલાક ભાગમાં કાટમાળ જોવા મળ્યો હતો. ભોંયરામાં, એક ભાગમાં લાકડાની મોટી હોડીઓ રાખવામાં આવી છે, અને ચારે બાજુથી બંધ ઈંટોની દિવાલોનો એક ઓરડો પણ છે. એમાં શું છે, કોઈ જાણતું નથી.નંદીની સામેના ભોંયરાના એક ભાગમાં જમા થયેલો કાટમાળ હટાવ્યા બાદ તેમાં કળશ મળી આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણી જગ્યાએથી કલાકૃતિઓ મળી આવી છે. અને એક વિશાળ શિવલિંગ મળ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

મંદિર અને મસ્જિદ પક્ષના વકીલોએ આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. જણાવી દઈએ તમને કે જેના માટે સૌ કોઈ આજે ઉત્સુક છે સૌ હિંદુઓ રાહ જોઇને બેઠા છે.જ્ઞાાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી છે. સ્થાનિક કોર્ટ મહિલાઓના એક સમૂહ દ્વારા મસ્જિદની દિવાલો પર દૈનિક દર્શન અને પ્રાર્થનાની અનુમતીની માગણી કરી હતી જેની કોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement