For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કોણ છે કોંગ્રેસની ઘોર ખોદનારી ચંડાળ ચોકડી? જેના પર ભાજપના નેતાઓ સાથે અડધી રાતે સેટિંગ કરવાના આરોપ છે

12:28 PM Mar 09, 2022 IST | admin
કોણ છે કોંગ્રેસની ઘોર ખોદનારી ચંડાળ ચોકડી  જેના પર ભાજપના નેતાઓ સાથે અડધી રાતે સેટિંગ કરવાના આરોપ છે

ગુજરાત કોંગ્રેસના છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી નિષ્ફળ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નીચે સૌથી વધારે કોંગ્રેસના ધારાસભ્યો અને વરિષ્ઠ આગેવાનોએ કોંગ્રેસ પક્ષ છોડ્યો અને વધારામાં ગુજરાતની એક પણ જીલ્લા પંચાયત ન જીતીને નાલેશી કરાવી. તેમાં બોટાદ જિલ્લા પંચાયત 2021 ની ચૂંટણીમાં કોંગ્રેસના એક સાથે 18- 18 ઉમેદવારોનાં ફોર્મ રદ થયાં અને ચૂંટણી લડયા વગર જ હાર્યા. જે એક નિષ્ફળ અને નબળા પ્રમુખની જવાબદારી ગણાય.

Advertisement

ફોર્મ રદ્દ થયાની આ ઘટના પાછળ કોંગ્રેસના જ આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અને સંગઠન પ્રભારીને લેખિત મૌખિક ફરિયાદો કરી, પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં. જેના કારણે હજી પણ બોટાદ કોંગ્રેસની હાલત કફોડી બની છે. અને ધીરે-ધીરે હાલત બદ થી બદતર બનતી જાય છે, અહીં ભાજપ તથા અન્ય પક્ષોને મોકળું મેદાન મળ્યું છે.

Advertisement

આજે એવા કેટલાક નેતાની વાત કરીએ છીએ જે પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠા છે પણ હજી કોંગ્રેસમાં રહીને પોતાના રાજકીય રોટલા શેકવાનું બંધ કરી નથી કરતા. આ યાદીમાં પહેલા આવે છે બોટાદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેર જે પોતે પોતાના ઉમેદવારને સરવા ગ્રામ પંચાયતની ચુંટણી પણ જીતાડી નથી શક્યા. બીજું નામ આવે છે જગદિશ સવાણીનું કે જે, બોટાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને તે પોતાના પત્નિની ગ્રામ પંચાયતની ચુંટણીમા જીતાડી તો ન શક્યા પણ ડીપોજીટ પણ ન બચાવી શક્યા. અન્ય એક નેતા છે ધરમશી રાઠોડ જે બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને તે પણ પોતાના ઉમેદવારને નાગલપર ગ્રામ પંચાયતની ચુંટણી માં જીતાડી નથી શક્યા. અન્ય એક નેતા છે હિમંત કટારીયા કે જે બોટાદ જીલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ હતા અને તેઓ પણ પોતાના ઉમેદવારને ઢસા જંકશન ગ્રામ પંચાયતની ચુંટણી માં જીતાડવા સમર્થ રહ્યા નથી.

Advertisement

વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાદ બોટાદ કોંગ્રેસના આગેવાનોએ પ્રદેશ પ્રમુખને રજુઆત કરી છે કે તાત્કાલિક બોટાદ જિલ્લા પ્રમુખ રમેશ મેરને બદલવામાં આવે, અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ રદ થયાની ઘટના ની પાછળ ના તમામ જવાબદાર વ્યક્તિઓને પક્ષમાંથી દૂર કરવામાં આવે. આ રજૂઆત કરવામાં આવી હતી જેનો પણ આજદિન સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

બોટાદ કોંગ્રેસ છેલ્લા ૨૫ વર્ષથી સ્થાનિક એવા કહેવાતા પાંચ- સાત આગેવાનોની ચંડાળ ચોકડીના હાથ માં રહી છે. અને તેઓ કોંગ્રેસમાં રહી ને, ભાજપા તરફી અને ભાજપાને ફાયદો કરાવવાના હેતુથી કોંગ્રેસ માં કામ કરી રહ્યા છે. અને બોટાદ જિલ્લા માંથી કોંગ્રેસ માંજ રહી ને કોંગ્રેસ નેજ ખતમ કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.વિપક્ષ કરતાં પણ વધારે એડીચોટનું નું જોર આ લોકો કોંગ્રેસને ખતમ કરવામાં લગાવી રહ્યા છે.

Advertisement

સ્થાનિક કાર્યકરો માની રહ્યા છે કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ બધું જ જાણતી હોવા છતાં આજદિન સુધી કોઇ પગલાં ભર્યા નથી. જેના કારણે આવા આગેવાનો આજે પણ જિલ્લા કોંગ્રેસ ને પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ ચલાવે છે. અહી મોટા ભાગના આગેવાનોની જાહેર જનતામાં કે પોતાના સમાજમાં કોઈ પ્રતિષ્ઠા બચી નથી, અને તેઓ પોતાના સભ્યોને કે પોતાના પરિવારના સભ્ય કે મિત્રને ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જીતાવી શકતા નથી.

આજે બોટાદની જનતાના લોકમુખે ચર્ચાતો મુદ્દો એ પણ છે કે, કોંગ્રેસ પક્ષના ભૂલ ભરેલા મેન્ડેટ લખવા કે ઇશ્યૂ કરવાની ભૂલ કોણે કરી? તેમજ પક્ષમાં આવી ગંભીર ભૂલ કરનાર યુવાન ઉપર કોઈ કાર્યવાહી કે તપાસ આજદિન સુધી કેમ નથી કરવામાં આવી? શા માટે આવા તત્વોને છાવરવામાં આવે છે? કોના ઇશારે આ લોકો કોંગ્રેસની ખતમ કરવામાં લાગી રહ્યા છે?

આજે બોટાદ જિલ્લા કોંગ્રેસની આબરૂ ને પ્રતિષ્ઠા ની ધજીયા ઉડી રહી છે, ભર બજારમાં બોટાદ જિલ્લા કોંગ્રેસની આબરૂ વેચાઈ રહી છે. લોકો કોંગ્રેસની સ્થિતિ જોઈને હસી રહ્યા છે, આવી સ્થિતિમાં લોકો કોંગ્રેસને ૭ કઈ રીતે આપશે?કઈ રીતે કોંગ્રેસને મજબુત કરશે? આટલા બનાવો બન્યા બાદ પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નું નૈતિકતા ના ધોરણે રાજીનામું કેમ નથી લેવું?

આમ જુઓ તો આ ગંભીર ઘટના માટે પક્ષના પ્રદેશ પ્રમુખ પ્રદેશ સમિતિ મેન્ડેટ લઈ જનાર બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જવાબદાર છે પરંતુ પક્ષ માટે આ કંઈ જ નવું નથી એવું અભિગમથી નવા પ્રમુખે પણ આ કિસ્સામાં ધ્યાન દેવાનું બંધ રાખ્યું શું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ પૂર્વ પ્રમુખની જેમ એમની પક્ષ પ્રત્યેની બેવફાઈ અને ચીટીંગ ની નીતિઓ અપનાવી યેનકેન પ્રકારે ભાજપા ને ફાયદો કરવા માટે કામ કરી રહ્યા છે?

Tags :
Advertisement
Advertisement