For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતીઓ અગનભઠ્ઠીમાં શેકાવવા તૈયાર રહેજો; હજુ આગામી 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી

06:08 PM May 23, 2024 IST | V D
ગુજરાતીઓ અગનભઠ્ઠીમાં શેકાવવા તૈયાર રહેજો  હજુ આગામી 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી

Gujarat Weather Forecast: સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ગરમીને લઇને મોટી આગાહી કરી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અમદાવાદમાં ગરમીનો પારો(Gujarat Weather Forecast) 46 ડિગ્રી પર પહોંચશે. તેમજ ગાંધીનગરમાં પણ ગરમીનો પારો આજે 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

Advertisement

ત્રણ જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર
ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની અસર વર્તાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના ત્રણ જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોચ્યું હતું.

Advertisement

અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર
સૌરાષ્ટ્રમાં તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના પાંચ જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. ત્યારે આજે પણ અમદાવાદમાં તથા ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ તેવી શક્યતા છે.

Advertisement

જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.તે સિવાય આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી, સુરેંદ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અનેક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઇ ગયો છે.

એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે
બપોરના સમય ગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવહ રહેશે. કારણ કે, આ ગરમીમાં કોઈપણ વ્યક્તિ બિમાર પડી શકે છે. આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઈપણ અણસાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા નથી. પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.

Advertisement

શહેરીજનોએ સાવધાન રહેવાની ખૂબ જ જરૂરિયાત
સામાન્ય રીતે 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાય ત્યારે કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ક્રાઇટ એરિયા બદલાતા 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમી નોંધાઈ હોવા છતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે, ગુજરાતનું સામાન્ય તાપમાન ઊંચું ગયું છે. તેને કારણે હવામાન વિભાગ દ્વારા 45 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. પરંતુ ઓરેન્જ એલર્ટ હોય તો પણ શહેરીજનોએ સાવધાન રહેવાની ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે, આટલી ગરમી વચ્ચે ગંભીર બીમારીઓ જીવલેણ સાબિત થઈ શકે છે.

Tags :
Advertisement
Advertisement