For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હવે થાઈલેન્ડ જેવા હાઈફાઈ બનશે ગુજરાતના આ 13 ટાપુઓ; જાણો કયા છે એ ટાપુ

01:41 PM Apr 07, 2024 IST | Chandresh
હવે થાઈલેન્ડ જેવા હાઈફાઈ બનશે ગુજરાતના આ 13 ટાપુઓ  જાણો કયા છે એ ટાપુ
xr:d:DAFxtF-qjCc:1958,j:4039026983297955895,t:24040612

Gujarat Island Tourism: છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના ટુરિઝમમમાં હરણફાળ છલાંગ જોવા મળી રહી છે, જેને કારણે વિદેશના નાગરિકો પણ ગુજરાત તરફ ખેંચાઈને આવે છે. ત્યારે હવે ગુજરાતની ધરતી (Gujarat Island Tourism) પર છુપાયેલા નવા ટુરિઝમ સ્પોટને વિકસાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રવાસન સ્થળો વિકસાવવા સરકારનું આયોજન છે.

Advertisement

રાજ્યના 32માંથી 13 ટાપુઓને વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમા સૌરાષ્ટ્રમા આવેલા જામનગરનો પીરોટન, અમરેલીનો શિયાળ સવાઈ ટાપુ વિકસાવાશે. પીરોટન ટાપુ પર પક્ષીઓની વિવિધ પ્રજાઓનું આકર્ષણ બની ગયું છે. અહીં પ્રવાસીઓને આકર્ષવા પ્રવાસન સુવિધાઓ ઉભી કરાશે. ભાવનગરના પીરમબેટ, આણંદના વાવલોદ સહિત 13 ટાપુ વિકસાવાશે.

Advertisement

ગુજરાત પાસે દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયો આવેલો છે. છતા ગુજરાતમાં આઈલેન્ડ ટુરિઝમ વિકસ્યુ જ ન હતું. તેથી સરકારે ગુજરાતના ટાપુઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં નાના મોટા મળીને કુલ 144 ટાપુ આવેલા છે. જેમાંના મોટાભાગના ટાપુઓ પર કોઈ વસ્તી નથી. ગુજરાતના 32 માંથી 13 આયલેન્ડને પર્યટક સ્થળ તરીકે વિકસાવાશે.

Advertisement

આ 13 ટાપુમાં વિકાસ થશે
દ્વારકા જિલ્લાના કાળુભર, પાનેરો, અજાડ એટલે આઝાદ, ભાયદળ, ગાંધીયોકાડો, રોઝી, નોરા ટાપુઓને વિકસાવાશે. તેમજ ભાવનગરક જિલ્લાના પીરમબેટ, આણંદના વાવલોદ સહિત 13 ટાપુઓને વિકાસ કરવામાં આવે છે.

ટાપુઓ પર શું શું બનશે
આ ટાપુઓ પર મરીન પાર્ક, આર્કિયોલોજીકલ મ્યૂઝિયમ, પેડેસ્ટ્રલ બ્રિજ, ઝીપ લાઈન બનાવામાં આવશે. પહેલા તો ટાપુ સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારપછી ત્યાં પ્રાથમિક સુવિધાઓ પ્રવાસીઓને મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. ટાપુઓ પર વિવિધ પક્ષીઓની જાતિ અને દરિયાઈ વનસ્પતિઓનું આકર્ષણ હોવાથી તેને વિકસાવાશે.

Advertisement

પીરોટન ટાપુની ખાસિયત
પિરોટન ટાપુ દરિયાઈ અજાયબીઓથી ભરપૂર બેનેલો છે. અહીં તમને ક્રિકની બંને તરફ ચેરના જંગલો આવેલા છે. આ સિવાય જાતજાતની દરિયાઈ શેવાળ, 80થી વધુ જાતની દરિયાઈ વાદળીઓ, દરિયાઈ પરવાળાઓ, 27 જાતના જીંગા, 200થી વધુ જાતના મૃદુકાય પ્રાણીઓ, અનેક પ્રકારની માછલીઓ, દરિયાઈ કાચબા, દરિયાઈ સાપ, આ સિવાય અન્ય દરિયાઈ જીવો પણ તમને અહી જોવા મળશે.

ગુજરાતમાં હાલ દ્વારકા, જામનગર, પોરબંદર, સોમનાથ અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે ટુરિઝમ તરીકે વિકસાવામાં આવે છે. પરંતું અહી કેટલાક એવા ટાપુ આવેલા છે, જે હીડન ટાપુ છે અને સુંદરતાથી ભરેલા છે.

Tags :
Advertisement
Advertisement