For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું- 'હાર્દિકના જવાથી કઈ ફરક નથી પડતો...' આ નિવેદન અંગે જણાવો તમારો મત

11:19 AM May 23, 2022 IST | Mishan Jalodara
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું   હાર્દિકના જવાથી કઈ ફરક નથી પડતો     આ નિવેદન અંગે જણાવો તમારો મત

ગુજરાત(Gujarat): ચૂંટણીઓ ટાણે નેતાઓ મર્યાદા ભૂલીને બેફામ નિવેદનો આપતા હોય છે. આ યાદીમાં હવે ગેનીબેન ઠાકોર(Ganiben Thakor)નું નામ પણ જોડાઈ ગયું છે. જાહેર મંચ પરથી ગેનીબેને એક એવું વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે તેમની ખુબ જ ટીકા થઈ રહી છે.

Advertisement

ગેનીબેનના વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું:
ગેનીબેન ઠાકોરએ જનમેદનીને સંબોધી હતી અને જેમાં તેમણે ભાજપ(BJP) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વધુમાં કહ્યુ હતું કે, ઉલટા ચોર કોટવાલને દંડે તેવી ભારતીય જનતા પાર્ટીની વાત છે. ભાજપની તાકાત નથી કે, જીગ્નેશ, ગેનીબેન કે ગુલાબસિંહને પૈસાથી ખરીદી શકે. આ લડાઈ સરકાર દ્વારા જેની પર ખોટી ફરિયાદો કરવામાં આવી છે તે કેસ પાછા ખેંચવાની લડત છે. સરકારની તાકાત હોય તો ગુલાબસિહ, ગેનીબેન કે જીગ્નેશ પર કેસ કરો. વ્ધુમે ગેનીબેનએ કહ્યું હતું કે, ઢીમામાં ચૂંટણી જીતવા કન્ટેનર ભરીને દારૂ લાવવામાં આવે છે. ક્યાં સુધી આ લોકો યુવાનોને બરબાદ કરવા આ પ્રકારના ધંધાઓ કરશે.

Advertisement

આટલું બોલતાની જ સાથે અહીંથી ગેનીબેનને જીપ લપસી ગઈ હતી. તેઓએ જાહેરમાં જ જનમેદની સામે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. અપશબ્દો બોલીને તેમણે કહ્યુ કે, તમારા રાજ્યમાં બહેન-દીકરીઓ સુરક્ષિત નથી રહી શકતી. તમે અમને આગેવાન તરીકે સ્વીકાર કર્યો છે ત્યારે સમાજ સમાજ વચ્ચેના મન ભેદો દૂર થાય તેવું વાતાવરણ ઉભું કરવાનું છે. અમારા રાજકીય સ્વાર્થ માટે ક્યાંક અમને 2-5 વોટોનું નુકશાન થતું હોય તો ભલે થાય પણ ભાઈ ભાઈ વચ્ચેનો ભેદ ઉભો ના કરજો.

Advertisement

હાર્દિકના જવાથી પાટીદાર મતને કોઈ નુકસાન થશે નહીં:
ગુજરાત કોંગ્રેસ(Congress)ના પ્રમુખ જગદીશ ઠાકોર(Jagdish Thakor)નું ગેનીબેન ઠાકોરના વિવાદિત બોલ પર નિવેદન આપતા કહ્યું હતું કે, ગેનીબેન ઠાકોરની સ્પીચ સાંભળી નથી. તેમ છતાં જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ. એટલું જ નહીં, જગદીશ ઠાકોરે હાર્દિક પટેલ(Hardik Patel) વિશે પણ એક નિવેદન આપતા કહ્યું હતું કે, હાર્દિકના જવાથી પાર્ટીને કઈ ફરક પડશે નહી. કોંગ્રેસના પાટીદાર મતને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. હું એવું ક્યાંય નથી માનતો કે, હાર્દિક પટેલના જવાથી કોંગ્રેસને નુકસાન થશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, મને બતાવો કે હાર્દિક પટેલના જવાથી એક પણ પાટીદાર આગેવાને કોંગ્રેસ પક્ષ છોડી દીધો હોય, કોઈએ નથી છોડ્યો. અમારી આખી કેડર અકબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement