For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

CM ભૂપેન્દ્ર પટેલ સહિત ચુંટણી પહેલા ગુજરાતનું મંત્રીમંડળ રામના શરણે, આવતીકાલે અયોધ્યામાં રામલલ્લાના લેશે આશીર્વાદ

06:17 PM Mar 01, 2024 IST | V D
cm ભૂપેન્દ્ર પટેલ સહિત ચુંટણી પહેલા ગુજરાતનું મંત્રીમંડળ રામના શરણે  આવતીકાલે અયોધ્યામાં રામલલ્લાના લેશે આશીર્વાદ

Ayodhya Ram Mandir: ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભક્તોનું ઘોડાપુર અયોધ્યામાં(Ayodhya Ram Mandir) દર્શન કરવા ઉમટી રહ્યું છે.ત્યારે હવે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે ગુજરાત સરકારના મંત્રીઓ પણ રવાના થશે,જેમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી હાજર રહેશે. સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા જશે. ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્ય જશે.

Advertisement

ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા જશે
અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અલગ અલગ દિવસે દેશનાં અલગ અલગ રાજ્યોનાં મંત્રીઓ દર્શનાર્થે જઈ રહ્યા છે. આવતીકાલે અયોધ્યા દર્શને જશે. રામ મંદિર નિર્માણ બાદ સમગ્ર મંત્રી મંડળ દર્શને જશે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી હાજર રહેશે. સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે. મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા જશે. ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા જશે.

Advertisement

રવિવારે યોગી સરકારે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર,પ્રાણ પ્રતિષ્ઠા પછીના પ્રથમ 10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. ટેમ્પલ ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું, ‘ફેબ્રુઆરીમાં દરરોજ એકથી બે લાખ ભક્તો રામ મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતા.તો બીજી તરફ રવિવારે યોગી સરકારે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં રામ લલ્લાના દરબારમાં હાજરી આપી હતી. રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હતા. આ દરમિયાન દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત અને ભક્તિમાં ડૂબેલા દેખાતા હતા. 10 બસમાં આવેલા ધારાસભ્યો અને મંત્રીઓને રામજન્મભૂમિના ગેટ નંબર 11માંથી એન્ટ્રી આપવામાં આવી હતી.

Advertisement

અત્યાર સુધી અંદાજિત 50 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન
અત્યાર સુધી મંદિરમાં આવનારા ભક્તોની અંદાજિત સંખ્યા 50-60 લાખ છે. મંદિર તરફ ચાલતી વખતે કેટલાક ભક્તો ‘જય શ્રી રામ’ ના નારા લગાવે છે, જ્યારે કેટલાક અન્ય ભક્તો મંદિર તરફ ચાલતી વખતે રામચરિત માનસના ગીતો ગાય છે. મોટાભાગના લોકો તેમના જૂથ સાથે ખુલ્લા પગે ચાલે છે. મંદિરની અંદર ચડાવવામાં આવતી મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ વેચતી નાની દુકાનો પણ રસ્તાના કિનારે વ્યસ્ત જોવા મળી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement