For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ધોરણ 12 કોમર્સનું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર

11:53 AM May 09, 2024 IST | admin
ધોરણ 12 કોમર્સનું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર

Gujarat Board 12th Commerce Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ(સાયન્સ), સામાન્ય પ્રવાહ(કોમર્સ), વ્યવસાયલક્ષી પ્રવાહ(આર્ટસ), ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) એન્ટર કરીને જોઈ શકે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકો છે.

Advertisement

Gujarat Board 12th Commerce Result 2024

માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય વિષયોની લેખિત પરીક્ષા 1.30 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટની પરીક્ષા 1.36 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. બીજી બાજુ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.80 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. આમ કુલ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Advertisement

12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે, અત્યાર સુધીની સૌથી વધુ પરિણામ આવ્યું છે. સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40 ટકા છે. અને જયારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું 84.81 ટકા છે. 1609 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. 19 સ્કૂલોની 10 ટકા કરતાં [પણ ઓછું પરિણામ આવ્યું છે.

Advertisement

3,78,268 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપવા આવ્યા હતા. તેમાંથી 3,47,738 પરીક્ષાર્થીઓ પાસ થયેલા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 % ટકા આવેલુ છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 61,182 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 59,137 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 29,179 ઉમેદવાર પાસ થયા છે.

પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 49.34 % ટકા આવેલુ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત 29,455 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 28,021 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 15,407 પરીક્ષાર્થીઓ પાસ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 54.98 % ટકા આવેલું છે. આની પહેલા વર્ષમાં પાસ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 13,412 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 12,805 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 6,420 ઉમેદવાર પાસ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 50.14 % ટકા આવેલું છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement