For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મગફળીના પાકનું મબલખ ઉત્પાદન કરવા માટે વાવણી સમયે રાખો આટલી વાતનું ધ્યાન, નહીંતર ફેલાઈ જશે રોગ

04:30 PM Jun 06, 2024 IST | Drashti Parmar
મગફળીના પાકનું મબલખ ઉત્પાદન કરવા માટે વાવણી સમયે રાખો આટલી વાતનું ધ્યાન  નહીંતર ફેલાઈ જશે રોગ

Peanut Farming: આજકાલ પરંપરાગત ખેતી માટે સમય નથી. મોંઘવારીના આ યુગમાં ખેડૂતોએ તેમની જમીન પર આવક વધારતા પાક ઉગાડવા જોઈએ. સીઝન આવતા જ ખેડૂતો જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. ચોમાસા પહેલા વાવણીનો સમય આવે છે. કારણ કે ચોમાસામાં પાક સારો થાય છે. જો કે વાવણી પહેલા પણ ખેતીના અનેક કાર્ય આવે છે. જેમકે જમીનની તૈયારી, બિયારણની(Peanut Farming) પસંદગી તેમજ તેની માવજત વગેરે ખેડૂતો આયોજન કરે છે.

Advertisement

આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. તો ચાલો જાણીએ કે મગફળીના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ અને તેની મૂડી કરતા ડબલ પૈસા ઉપજાવા જોઈએ..

Advertisement

તમને જણાવી દઈએ કે મગફળીના ખેતરમાં ત્રણથી ચાર વાર ખેડાણ કરવું જોઈએ. આ માટે માટી ફેરવતા હળ વડે ખેડાણ કરવું યોગ્ય છે. ખેતરમાં ભેજ જાળવવા માટે ખેડાણ પછી કાંકરી નાખવી જરૂરી છે. જેના કારણે લાંબા સમય સુધી ભેજ રહે છે. ખેતી માટે અંતિમ તૈયારી કરતી વખતે, પ્રતિ હેક્ટર 2.5 ક્વિન્ટલના દરે જીપ્સમનો ઉપયોગ કરો.

Advertisement

મગફળીના પાકના ખેતી કાર્યો
જો તમે મગફળીની સારી ઉપજ મેળવવા માંગતા હોવ તો સારી ગુણવત્તાના બિયારણનો ઉપયોગ કરો. આ માટે તમને જણાવી દઈએ કે આર.જી. દ્વારા મગફળીની સારી સુધારેલી જાતો વિકસાવવામાં આવી છે. 425, 120-130, MA10 125-130, M-548 120-126, TG 37A 120-130, G 201 110-120 મુખ્ય છે.

આ સિવાય અન્ય જાતો એકે 12, -24, જીજી 20, સી 501, જીજી 7, આરજી 425, આરજે 382 વગેરે છે. વેલડી જાત માટે GAUG-10, જીજી-11,13,15,16, જીજેજી-17 પસંદગી કરી વાવેતર કરો.જો ખેતરમાં જંતુ પડશે એવું લાગે તો પ્રથમ જંતુનાશક દવાનો પટ આપ્યા પછી ફૂગનાશક દવાનો પટ આપવો. જો પાકમાં જંતુ પડશે તો પાક બરાબર ઉપજ આપી શકશે નહિ.

Advertisement

ધૈણ અથવા સફેદ મુંડા (વ્હાઈટગ્રબ) માટે જમીન માવજત કરી ન હોય તો અને ઉધઈ પણ આવતી હોય તો ક્વિનાલફોસ ૨૫ ટકા ઈસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી માહે કોઈ પણ એક દવા પસંદ કરી ૧ કિલોગ્રામ દીઠ ૨૫ મિ.લી. દવા બીજને વાવતા પહેલા ૩-૪ કલાક અગાઉ પટ આપી પછી છાંયડામાં સુકવી વાવેતર કરવું જોઈએ. .હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૧૨.૫-૨૫-૫૦ કિલો એન.પી.કે. આપવું. જેથી તમારા પાકને નુકસાન ન થાય

થડનો સડો/સુકારો હોય તો ટ્રાયકોડર્માં પાવડર ૨.૫ કિલો/હેક્ટર, ૫૦૦ કિગ્રા એરંડીનો ખોળ અથવા ગળતિયા ખાતરમાં મિક્સ કરી વાવણી સમયે ચાસમાં આપવું.  અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ધટાડી શકાય છે એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ અપનાવવી.

વાવણી વખતે ચાસમાં હેકટરે ૫૦૦ કિ.ગ્રા. દિવેલાનો ખોળ સાથે ૨.૫ કિ.ગ્રા. ટ્રાઈકોડર્માનું કલ્ચર ભેળવીને આપવું. બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્ફ્રુરણ શકિતવાળુ અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જરૂરી છે. બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.

Tags :
Advertisement
Advertisement