Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કર્ણાટકમાં ગ્રીષ્મા જેવો જ હત્યાકાંડ: એકતરફી સનકી પ્રેમીએ યુવતીને સરાજાહેર છરાના ઘા મારી કરી હત્યા- જુઓ મર્ડરનો LIVE વિડીયો

11:36 AM Apr 21, 2024 IST | V D

Neha Murder Case: કર્ણાટકના હુબલીમાં કોલેજ કેમ્પસમાં કર્ણાટક કોંગ્રેસના કાઉન્સિલરની પુત્રીની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો શરૂ થયો છે. લવ જેહાદના મુદ્દે વિપક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર દલીલ ચાલી રહી છે. વાસ્તવમાં, હુબલીની એક કોલેજમાં એક વિદ્યાર્થીની પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર કર્ણાટકમાં (Neha Murder Case) વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. 24 વર્ષની એમએસસી સ્ટુડન્ટ નેહા પરીક્ષા આપીને સેન્ટરની બહાર નીકળી હતી. ત્યારે તેના ક્લાસના એક છોકરાએ તેના પર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી.

Advertisement

મુસ્લિમ યુવાન ફૈયાઝે નેહા પર છરી વડે હુમલો કર્યો
તમને જણાવી દઈએ કે, 23 વર્ષની માસ્ટર્સ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (MCA)ની વિદ્યાર્થીની નેહાએ ગુરુવારે BVB કોલેજ, હુબલીમાં પરીક્ષા આપી હતી. કોલેજની બહાર તેના ક્લાસમાં ભણતા ફૈયાઝે નેહાનો રસ્તો રોક્યો અને તેના પર છરી વડે હુમલો કર્યો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે ફૈયાઝે નેહા પર છરી વડે હુમલો કર્યો હતો.

Advertisement

ઘટના અંગે વિદ્યાર્થીના પિતાએ શું કહ્યું?
મૃતક વિદ્યાર્થીના પિતા નિરંજન હિરેમથે જણાવ્યું કે આરોપી ફૈયાઝ નેહાનો પીછો કરતો હતો. તેને ઘણી વખત મનાઈ કરવામાં આવી હતી, પરંતુ તે માનતો નહોતો. તેણે મારી દીકરીને પ્રપોઝ કર્યું હતું, પણ દીકરીએ ના પાડી દીધી હતી. દીકરી તેમનાથી દૂર રહી. પુત્રીએ ના પાડતાં આરોપીએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો.

Advertisement

નિરંજન હિરેમથે કહ્યું કે મારી દીકરી ખૂબ જ હિંમતવાન અને બહાદુર છોકરી હતી. તેનો આરોપી સાથે કોઈ સંબંધ નહોતો. કૉલેજમાં તેઓ માત્ર મિત્રો હતા, પ્રેમીઓ નહીં. પુત્રીએ તેને ચેતવણી પણ આપી હતી કે જો તે સંમત નહીં થાય તો તે ફરિયાદ નોંધાવશે. ફૈયાઝ સાથે વધુ 4 લોકો સંડોવાયેલા છે. ચારેયએ તેમની પુત્રીનો ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. ફૈયાઝે શરૂઆતમાં કહ્યું હતું કે તે ધર્મ પરિવર્તન કરશે. આ મામલે મુખ્યમંત્રીનું નિવેદન યોગ્ય નથી, હું સહમત નથી.

લવ જેહાદ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શબ્દયુદ્ધ
ભાજપે આ મામલે સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર કાયદો અને વ્યવસ્થાની કિંમત પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. હું માનું છું કે તેમાં 'લવ જેહાદ' એંગલ છે. જ્યારે છોકરીએ છોકરાના પ્રસ્તાવને નકારી કાઢ્યો તો તેની હત્યા કરી દેવામાં આવી. કોંગ્રેસની સરકારમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી.

Advertisement
Tags :
Next Article