Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ગોંડલ MLAના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ; જાણો શું છે આખો કેસ

11:44 AM Jun 06, 2024 IST | V D

Ganesh Jadeja Arrested: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય ગીતા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પર અપહરણ અને હત્યાના પ્રયાસનો આરોપ છે. શુક્રવારે (31 મે) ગીતા જાડેજાના પુત્ર અને અન્ય લોકો સામે સ્થાનિક NSUI નેતાનું અપહરણ કરવા અને હુમલો કરવા બદલ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો. જુનાગઢમાં NSUI શહેર પ્રમુખના અપરહણનો કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા(Ganesh Jadeja Arrested) બુધવારે ઝડપાઇ ગયો છે.

Advertisement

જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. કોંગ્રેસ સાથે જોડાયેલા સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ  યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના જૂનાગઢ યુનિટના વડા સંજય સોલંકીએ આ ફરિયાદ કરી છે. સંજય સોલંકી દલિત છે, તેથી આરોપીઓ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.જે સાવજે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે સવારે બની હતી. અમે ગણેશ જાડેજા અને તેના સહયોગીઓ વિરુદ્ધ FIR નોંધી છે. ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયો છે. આ સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Advertisement

આ પૂર્વે થોડા દિવસ પહેલા આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તો ગણેશ જાડેજા છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો. નોંધનીય છે કે, તાજેતરમાં NSUI પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. જેમાં ગોંડલના હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાએ તેના કેટલાક લોકો સાથે મળીને સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી.

આ પહેલા 3 આરોપીઓની ધરપકડ
આ પહેલા 3 આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Advertisement
Tags :
Next Article