For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અમદાવાદ-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 1નું ઘટનાસ્થળે જ મોત

06:35 PM Apr 06, 2024 IST | V D
અમદાવાદ મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત  1નું ઘટનાસ્થળે જ મોત

Ahmedabad-Morbi highway Accident: હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે આવી જ એક દુર્ઘટના અમદાવાદ-મોરબી હાઇવે પરથી સામે આવી છે. અમદાવાદ-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત(Ahmedabad-Morbi highway Accident) સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.ત્યારે આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.જે બાદ આ અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

50 વર્ષીય વ્યક્તિનું મોત
મોરબી અમદાવાદ હાઇવે પર એક ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી હતી.આ અકસ્માતમાં 50 વર્ષીય તુલસીભાઈ વાઘેલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.આ અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.ત્યારે આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.આ અકસ્માતની નોંધ લઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

Advertisement

ચાર લોકો ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે આ સાથે જ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ ધાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. તેમજ આ અકસ્માતના પગલે કારનો કુરચો બોલી ગયો હતો.જો કે આ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

Advertisement

ગોંડલમાં અકસ્માત ઘટના બની
તો બીજી તરફ રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. કમઢિયા ગામ નજીક મામદેવનાં મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ તથા સરધારપુરનાં બે મિત્રોનાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નીપજતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના બની હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement