For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગાયને બચાવવા જતા સુરતથી વતન જઈ રહેલા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત; 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત

04:08 PM Jun 18, 2024 IST | V D
ગાયને બચાવવા જતા સુરતથી વતન જઈ રહેલા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત  2નાં મોત  4 ઈજાગ્રસ્ત

Patan Accident: હાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના પાટણમાંથી સામે આવી છે. પાટણના સરસ્વતી તાલુકામાં કાર આડે નીલ ગાય આવી જતાં ડ્રાઈવર નીલ ગાયને બચાવવા જતાં કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં(Patan Accident) 4 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવારને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો જેથી કરીને ખુશીઓનો પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો.

Advertisement

2 લોકોના ઘટના સ્થળે જ મોત
આ અંગે મળતી માહિતી અનુસાર, સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલા જ કાળનો ભેટો થયો હતો. કાર આડે નીલ ગાય આવી જતાં ડ્રાઈવર નીલ ગાયને બચાવવા જતાં કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેથી કારનો ભૂક્કો બોલી ગયો હતો. ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, ટ્રેકટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતમાં 6 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. ખુશીઓનો પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો. પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની હાલ સુરત ખાતે રહેતો દેસાઈ પરિવાર રવિવારે 2 વાગ્યા આસપાસ રાત્રે વતનમાં આવી રહ્યો હતો. તે દરમિયાન વાગડોદથી વદાની નજીક રોડ ઉપર નીલગાય આડી ઉતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ગાડી ચોકડીઓમાં બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો.

Advertisement

અકસ્માતમાં 6 લોકોને ઈજા પહોંચી
આ અકસ્માતની જાણ થતાં નજીકમાં આવેલા રામદેવપીર આશ્રમના સ્વયં સેવકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે અકસ્માતગ્રસ્ત કાર ઉપર રબારી સમાજ લખેલું હોવાથી રબારી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, ટ્રેક્ટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી. તેમજ 108ને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ ત્રણ 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવને પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને ભારે શોકમય વાતાવરણ બન્યું હતું. આ અકસ્માતમાં 5 વર્ષના મોહિતકુમાર મહેશભાઈ રબારી અને ઈશાબેન જીવાભાઈ રબારીનું મોત થયું હતું.

Advertisement

નીલગાયને બચાવવા જતા અકસ્માતની ઘટના બનવા પામી
પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની હાલ સુરત ખાતે રહેતો દેસાઈ પરિવાર રવિવારે બે વાગ્યા આસપાસ રાત્રે વતનમાં આવી રહ્યો હતો. તે દરમિયાન વાગડોદથી વાદાની નજીક રોડ ઉપર નીલગાય આડી ઊતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા ગાડી ચોકડીઓમાં બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પરિવારના છ સભ્યોને ઈજા પહોંચી હતી. જેમાં એક બાળક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત 4 લોકોમાંથી એકની હાલત ગંભીર છે.

પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માતમાં પાંચ વર્ષના મોહિતકુમાર મહેશભાઈ દેસાઈનું અને 65 વર્ષીય ઈશાબહેન જીવાભાઇ દેસાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ચેતનાબેન રાજુભાઈ દેસાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ બનાવને પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને ભારે શોકમય વાતાવરણ બન્યું હતું.

Advertisement

Tags :
Advertisement
Advertisement