For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

લોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડુ: 2000 કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો, સીઆર પાટીલે પહેરાવ્યો તમામને ખેસ

04:27 PM Jan 16, 2024 IST | V D
લોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડુ  2000 કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો  સીઆર પાટીલે પહેરાવ્યો તમામને ખેસ

Rajkot News: ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વિપક્ષી દળોના એક પછી એક ધારસભ્યો, કાર્યકરો પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે, અને સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, લોકસભાની ચુંટણી પહેલા વિરોધ પક્ષના મોટા નેતાઓ સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાવાના છે. જેમાં કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયા કે જેઓને કોંગ્રેસ પાર્ટીએ થોડા દિવસ અગાઉ જ પક્ષમાંથી હટાવ્યા હતા,ત્યારે તે કમલમમાં વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યાં. આ સાથે જ ગુજરાતમાંથી( Rajkot News ) 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 2000 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરાના છે. આમ, ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે.

Advertisement

કમલમમાં યોજાઈ વેલકમ પાર્ટી
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બનવા તરફ આગળ વધી રહી છે, તો વળી, બીજીબાજુ કોંગ્રેસ વધુને વધુ નબળી પડી રહી છે. આજે ગાંધીગર કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી, જેમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, રાજકોટ જિલ્લા કૉંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યુ છે. જિલ્લા કૉંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

Advertisement

લોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ
લોકસભા ચૂંટણી પહેલા વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. સાવલી કોંગ્રેસમાથી 1500 કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે. બસોમાં બેસી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર પહોંચીને ભાજપમાં જોડાયા હતા.

Advertisement

સહકારી મંડળીઓના કૉંગ્રેસના 15 સભ્યો ભાજપમાં જોડાયા
આજે કમલમ ખાતે મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે, ભરત બોઘરાએ આ આખુ ઓપરેશન પાર પાડ્યુ હતુ. રાજકોટ જિ.પં.ના કૉંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાં અર્જૂન ખાટરીયા, શારદા ધડુક જેવા દિગ્ગજો પણ સામેલ છે જે ભાજપમાં જોડાયા છે, આ ઉપરાંત ગીતા ચાવડા, મીરા ભળોડીયા ભાજપમાં જોડાયા છે, ગીતા સોમાણીએ કૉંગ્રેસ છોડી કેસરીયો ધારણ કર્યો છે. કોટડાસાંગાણી તા.કૉંગ્રેસના પ્રમુખ બાબુ સાવલિયા ભાજપમાં જોડાયા છે. વિછિંયા તા.પં.ના કૉંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જસદણ તા.પં.ના કૉંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તા.પં.ના કૉંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. ગોંડલ તા.પં.ના કૉંગ્રેસના એક સભ્ય ભાજપમાં જોડાયા છે. પડધરી અને ધોરાજી તા.પં.ના ચાર સભ્યો ભાજપમાં જોડાયા છે. ઉપલેટા તા.પં.ના કૉંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા છે. સહકારી મંડળીઓના કૉંગ્રેસના 15 સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તા.સંઘના ચેયરમેન, ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા ભાજપમાં જોડાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement