For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હમ વ્યાપારિયો કા ક્યા કસુર? સુરતમાં ફાયર સેફ્ટીના નામે દુકાનો સીલ થતાં વેપારીઓએ રસ્તા કર્યા ચક્કાજામ...

03:27 PM Jun 07, 2024 IST | Drashti Parmar
હમ વ્યાપારિયો કા ક્યા કસુર  સુરતમાં ફાયર સેફ્ટીના નામે દુકાનો સીલ થતાં વેપારીઓએ રસ્તા કર્યા ચક્કાજામ

Surat Textile Market News: રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને રાજ્યમાં ફાયર તંત્ર એક્ટીવ બની આકરી કાર્યવાહી કરી રહ્યું છે. સ્કુલ, મોલ, થીયેટર જેવી જાહેર જગ્યા પર ફાયર સેફ્ટી ન હોવાને લઈને તે જગ્યાને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ કાપડ માર્કેટને(Surat Textile Market News) સીલ કરવામાં આવતા વેપારીઓમાં રોષે ભરાય રસ્તા પર ઉતરી આવ્યા હતા.  વેપારીઓ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Advertisement

સુરતમાં ફાયર સેફ્ટીના અભાવને કારણે માર્કેટને સીલ કરવામાં આવી છે જેના પગલે  ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર કરનારા વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતાં. ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતાં. આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જેથી પ્રદર્શન કરી રહેલા વેપારીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ સર્જાયું હતું.

Advertisement

કોઈ જવાબ આપતું નથી
વેપારીઓેએ દુકાન ખોલવા માંગ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી માર્કેટને સીલ કરવામાં આવી છે. 14 માર્કેટમાં કામ કરતા હજારો કર્મચારીઓની રોજગારી છીનવાય ગઈ છે. માર્કેટ સીલ કર્યા બાદ માર્કેટ કયારે ખોલશે તે અંગે કોઈ જવાબ આપતું નથી, તેમજ  અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. હાઈકોર્ટનો મુદ્દો છે પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આજે માર્કેટ નહી ખુલ્લે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી વેપારીઓએ ઉચ્ચારી હતી. ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ noc મામલે દુકાનદારો પાલિકા સામે વિરોધ કર્યો હતો.

Advertisement

સુરતના મોટા વરાછા વિસ્તાર માં વિરોધ
સુરતના કેટલાક વિસ્તારોમાં ફાયર સેફ્ટીના અભાવને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ અને પાલિકા દ્વારા સીલ કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારની તુલસી આર્કેડમાં ફાયર અને પાલિકા દ્વારા NOC ન હોવાના કારણે તુલસી આર્કેડ સિલ કરવામાં આવ્યું હતું. જો કે વેપારીઓએ noc લીધા બાદ પણ સીલ ન ખોલતા વેપારીઓ વિરોધ કરી રહ્યા છે.

છેલ્લા 3 દિવસથી ફાયર NOC આવી ગઈ અને અનેક વખત રજુઆત કર્યા બાદ છતાં પણ સિલ નથી ખોલાયાના આક્ષેપ વેપારીઓ કરી રહયા છે. તુલસી આર્કેડ માં 350 દુકાનો આવેલી છે. જેના કારણે દરરોજ નું વેપારીઓ ને નુકશાન જતું હોવાથી વેપારીઓએ વિરોધ કર્યો હતો.

Advertisement

Tags :
Advertisement
Advertisement