Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ભગવાન આવો હેવન બાપ કોઈને ન આપે! પોતાની જ 14 વર્ષની સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ

11:08 AM Dec 19, 2023 IST | Dhruvi Patel

Father rapes minor daughter in Madhya Pradesh: પિતા-પુત્રીના સંબંધોને શરમાવે એવો એક કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાંથી સામે આવ્યો છે. એક પિતાએ પોતાની જ દીકરી સાથે ક્રૂરતાની હદ વટાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. એક પિતાએ જ પોતાની દીકરી પર દુષ્કર્મ (Father rapes minor daughter in Madhya Pradesh) આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બન્યા બાદ છોકરીએ તેની માતાને તેના પિતાની હરકતો વિશે જણાવ્યું, ત્યારબાદ માતાએ આરોપી પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.

Advertisement

ખેતરમાં લઇ જઈ દીકરી પર આચર્યું દુષ્કર્મ 

પીડિતાની માતાએ પોલીસને જણાવ્યું કે, તેઓ જૂના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની નારાયણ કોલોનીમાં સુસેરા કોઠી પાસે રહે છે. તેમની પુત્રી 14 વર્ષની છે. શનિવારે પતિ દીકરીની સ્કૂલે ગયો હતો અને કોઈ કામના બહાને તેને સ્કૂલેથી બળજબરીથી ઘરે લઈ જવા લાગ્યો હતો, પરંતુ ઘરે જાય તે પહેલા જ પિતાએ દીકરીને ખેતરમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી પિતાએ પુત્રીને ધમકી આપી હતી કે, જો તે આ અંગે કોઈને કંઈ કહેશે તો તે તેને મારી નાખશે.

રડતા રડતા દીકરીએ માતાને જણાવી આખી હકીકત

ઘટના બાદ ડરી ગયેલી પુત્રી ઘરે પહોંચી હતી. તે આખો દિવસ મૌન, ઉદાસ અને શાંત રહી. રવિવારે પણ દીકરીને આવી હાલતમાં જોઈને માતાએ તેની પાછળનું કારણ પૂછ્યું. પહેલા તો દીકરીએ ડરના માર્યા કશું કહ્યું નહીં, પરંતુ માતાએ વારંવાર પૂછ્યા પછી દીકરીએ રડતાં રડતાં આખું સત્ય કહી દીધું. પતિના દુષ્કર્મની જાણ થતાં માતા તેની પુત્રી સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

Advertisement

આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી

કેસની તપાસ કરી રહેલા SSPનિરંજન શર્માએ કહ્યું કે, તેમને પિતા દ્વારા સગીર પુત્રી પર દુષ્કર્મની ફરિયાદ મળી છે. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો એક્ટ અને આઈપીસીની અન્ય કલમો હેઠળ FIR નોંધી છે. આરોપી પિતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Next Article