For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભીમ એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી મળે છે આખા વર્ષની અગિયારસનું ફળ

06:59 PM Jun 17, 2024 IST | Drashti Parmar
ભીમ એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી મળે છે આખા વર્ષની અગિયારસનું ફળ

આપણા હિંદુ શાસ્ત્ર અનુસાર એકદશી અગિયારસ (bhim ekadashi) કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. જેમાં મુદ્ર વર્ષની એકાદશી કરવાથી જે મળે છે તેટલું જ પુણ્ય ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે. હિંદુ શાસ્ત્ર અનુસાર જેઠ માસમાં ભગવાન સૂર્યનારાયણનું રુદ્ર સ્વરૂપ હોય છે જેથી પૃથ્વી પર જળ સ્ત્રોતો સુકાઈ જાય છે. અને આ દિવસે આપણે જળનું મહત્વ સમજાય છે. તેથી જ પાણી વગરનું નકોરડો ઉપવાસ કરવાનો મહત્વ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

ભીમ અગિયારસ કયારે છે ?

Advertisement

આ વર્ષે તારીખ 18 જૂન 2024ના રોજ નિર્જળા એકાદશીનું (bhim ekadashi) વ્રત રાખવામાં આવશે. આ એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે. કારણ કે આ એકાદશીના દિવસે પાણી પણ પીવામાં આવતું નથી. તો ચાલો જાણીએ ભીમ અગિયારસનું મહત્વ તથા તેની કથા વિશે.

Advertisement

શાસ્ત્ર અનુસાર જે પણ વ્યક્તિ આખા વર્ષ દરમિયાન એકપણ અગિયારસ નથી રાખતા અને તેઓ માત્ર નિર્જળા એકાદશી રાખે છે તો તેમને બધી જ એકાદશીનો લાભ આ એકાદશી કરવાથી મળે છે. એટલે ભીમ અગિયારસ સર્વ એકાદશીનું પુણ્ય આપનારી એકાદશી છે. આ એકાદશીનું ઘણું મહત્વ છે કારણ કે માત્ર આ એક એકદશી કરવાથી ભક્તોનો તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. સાથે ધંધાની પ્રાપ્તિ થાય છે, આયુષ્ય પણ સારું મળે છે, આરોગ્ય માટે પણ મનોકામના પૂર્ણ થાય છે.

શાસ્ત્રમાં આ એકાદશી ને પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. કારણ કે આ એકાદશી સાથે મહાભારતની કથા જોડાયેલી છે. ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને પરિવારની સુખાકારી માટે અગિયારસનું વ્રત કરવા સૂચન કર્યું હતું. પરંતુ ભીમ કે જે પરિવારના આખા લોકોનું ભોજન માત્ર તેને એકને જોઈતું, યોદ્ધ અને બળવાન ભીમથી ભૂખ્યો રહેવાતું નહીં. તેથી તેમણે સરળ રસ્તો અપનાવ્યો, તેમણે વ્યાસને પૂછ્યું કે, મારા માટે વર્ષના ઉપવાસ કરવા શક્ય નથી.  તેથી વર્ષમાં એક જ ઉપવાસ કરી શકું અને એક ઉપવાસથી જ મને ફળ પ્રાપ્ત થઈ જાય તેવી એકાદશીનું વ્રત મને જણાવો. ત્યારે મહર્ષિ વ્યાસે તેમને જેઠ માસના શુક્લ પક્ષમાં આવતી અગિયારસ કે જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જળનો ત્યાગ કરી વ્રત કરવામાં આવે છે તે કરવા કહ્યું. જેમાં આખા વર્ષની એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement