For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જગતનો તાત ચિંતિત: અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જીરું ઉપાડવા દોડ્યા ખેડૂતો- શ્રમિકોની અછત

06:14 PM Feb 27, 2024 IST | V D
જગતનો તાત ચિંતિત  અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જીરું ઉપાડવા દોડ્યા ખેડૂતો  શ્રમિકોની અછત

Banaskantha News: વાદળછાયા વાતાવરણને લઈ ફરી ખેડૂતોની ચિંતામાં વધારો બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલના સમયમાં ખેડૂતોને એરંડા, ઘઉં, રાયડો, જીરુ સહિતના તૈયાર પાકોમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે જીવાત રોગ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. 27 નવેમ્બરના બનાસકાંઠા જિલ્લામાં(Banaskantha News) વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. એરંડા, રાયડા જેવા પાકોમાં ભારે પવનના કારણે નુકસાન થયું હતું.

Advertisement

આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને લઈ ફરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાદળ છાંયા વાતાવરણના કારણે બટાકા અને રાયડો એરંડા સહિત તૈયાર પાકો હવે લેવાના સમયે જો વરસાદી છાંટા થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાય જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

Advertisement

મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કર્યા બાદ તેમાં પરિસ્થિતિ સુધરી હતી
કાંકરેજ વિસ્તારમાં જીરાના શિયાળુ પાકનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતોને જીરાના પાકમાં પ્રથમ વિશાણુજન્ય રોગની કુદરતી આફત આવતા જીરાના પાકને બચાવવા મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કર્યા બાદ તેમાં પરિસ્થિતિ સુધરી હતી. ત્યારે હવે જીરાનો પાક તૈયાર થતાં કાપણી કરાયેલા જીરાના ઢગ ખેતરોમાં કરાયા છે 25 અને 26માં વાદળવાયું વાતાવરણ રહેવાની અને 28 તથા 29 ફેબ્રુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરતાં જીરાની કાપણી લગભગ દસ દિવસ ચાલતી હોય છે.

Advertisement

વરસાદી માહોલમાં ખેડૂતોએ પિયત ટાળવું
વાતાવરણમાં પલટો સર્જાતા તેમજ અવાર નવાર કમોસમી વરસાદનું આગમન થતા ખેડૂતોએ રવી સીઝનના વાવેતર કરેલા પાકમાં સુકારાનો રોગ આવવાની ભીતિ પણ સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવી કરેલી વાવણીમાં મોટું નુકસાન થવાનું ખેડૂતોમાં ભય સતાવી રહ્યો છે. પિયત કરવાનું ટાળવું જોઇએ તેમજ ે ખેડૂતોએ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી પાકમાં નુકસાન થતું અટકાવી શકાય. અત્યારે તો ખેડૂતો પોતાના ખેતરોમાં તૈયાર થયેલો જીરાનો પાક લઈ શકાય તે માટે આકાશમાંથી વાદળો ખસે એ પોતાના ઉપર આવનારી આકાશી આફત ટળી જાય તેની રાહ જોઈ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement