For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પડતા પર પાટું: ગુજરાતના ખેડૂતોને 24 કલાક તો છોડો 15 કલાક પણ નહીં મળે વીજળી, વિધાનસભામાં ખુદ સરકારે કરી કબૂલાત

01:25 PM Feb 07, 2024 IST | V D
પડતા પર પાટું  ગુજરાતના ખેડૂતોને 24 કલાક તો છોડો 15 કલાક પણ નહીં મળે વીજળી  વિધાનસભામાં ખુદ સરકારે કરી કબૂલાત

Gujarat Farmers: ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે(Gujarat Farmers) હવે ફેલવી તોળ્યું છે. વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી. આ જ કારણે ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજધાંધિયાનો સામનો કરવો પડશે.લાંબા સમયથી ભાજપ જ સત્તામાં છે. તેમ છતાં ગુજરાતમાં કેમ નથી મળી શકતી ખેડૂતોને વીજળી એ એક મોટો સવાલ છે.

Advertisement

3 દાયકાથી ભાજપનું શાશન હોવા છતાં પણ ખેડૂતો નિરાશ
રાજ્યના ખેડૂતોને હાલમાં 8 કલાકથી વધુ વીજળી મળતી નથી. ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે ઓછા વરસાદને કારણે 1લી સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી. એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી હતી.તો આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજધાંધિયા નો સામનો કરવો પડશે.

Advertisement

24 કલાક વીજળી માટે તો હજુ લાંબી રાહ જોવી પડશે
ગુજરાત સરકાર ખેડૂતોને વીજળી અંગે પૂછાયેલાં સવાલના જવાબમાં આ અંગેની સ્પષ્ટતા કરી છે. ગુજરાત સરકારે એમ જણાવ્યું છેકે, હાલ ગુજરાતના ખેડૂતોને 8 કલાકથી વધુ વીજળી આપવાનું આયોજન નથી. સરકારના આ જવાબને પગલે હજુ પણ ગુજરાતના લાખો ખેડૂતોએ હજુ વીજધાંધિયાનો સામનો કરવો પડશે.આમ ગુજરાતના ખેડૂતોએ 24 કલાક વીજળી માટે તો હજુ લાંબી રાહ જોવી પડશે.

Advertisement

ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદે મોં ફેરવી લીધુ
વિધાનસભા ગૃહમાં અદાણી પાવર લિમિટેડ સાથે 2007માં થયેલ બીડ સહિત વીજ ખરીદી અંગેના પ્રશ્નોનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે વીજ ખરીદીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે અને મેરીટ ઓર્ડર પ્રમાણે કરવામાં આવે છે એટલે કે ઓછા ભાવ મુજબ પ્રયોરીટી હોય છે. વીજ ખરીદીને આ પ્રક્રિયામાં GSECL રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખાનગી કંપનીઓ, આયાત, તેમજ બિન પરંપરાગત સ્ત્રોતો મારફત વીજળી ખરીદી કરવામાં આવે છે.

ઉર્જામંત્રીએ આપ્યું નિવેદન
ઉર્જા મંત્રી એ ખાનગી પ્રોજેક્ટમાંથી વીજ ખરીદી કરવાના કારણોની વિગતો આપતા કહ્યું કે, વર્ષ ૨૦૦૨માં રાજ્યની મહતમ વીજ માંગ ૭૭૪૩ મે.વો હતી જે વર્ષ ૨૦૨૩માં વધીને ૨૪૫૪૪ મે.વો. થઈ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યની મહતમ વીજ માંગમાં ૩ ગણો વધારો થયો છે જે વીજ ક્ષેત્રની સાથે સાથે સમગ્ર રાજ્યની પ્રગતિ દર્શાવે છે. અગાઉ ખેતીવાડી વીજ જોડાણો માટે ખેડૂતોને ૧૫ વર્ષ જેટલી રાહ જોવી પડતી હતી અને લાંબુ વેઇટિંગ હતું જ્યારે હાલમાં ખેડૂતોને અરજી કર્યેથી અંદાજે ૩ થી ૬ માહિનામાં વીજ જોડાણ મંજૂર કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે,ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થવાથી તેમજ શહેરીકરણને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો (Ease of Living) થવાને કારણે રાજ્યનું માથાદીઠ વીજ વપરાશ વર્ષ ૨૦૦૩માં ૯૫૩ યુનિટ હતું જે વર્ષ ૨૦૧૩માં માથા દીઠ વપરાશ ૧૮૦૦ યુનિટ થયું હતું અને આજે ૨૦૨૩માં બે ગણાથી વધુના વધારા સાથે ૨૪૦૨ યુનિટ થયું છે એટલુ જ નહીં પરંતુ સમગ્ર દેશના માથાદીઠ વીજ વપરાશ (૧૨૫૫ યુનિટ) કરતાં લગભગ બમણું છે. આમ વધતી જતી વીજમાંગને પહોચી વળવા માટે રાજ્ય સરકારે વીજળી ખરીદવી પડે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement