For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતના ખેડૂતો ફરી મુકાયા મુશ્કેલીમાં! કેપ્સિકમ મરચાના પાકમાં આવ્યો આ ગંભીર રોગ

06:01 PM Jan 13, 2024 IST | V D
ગુજરાતના ખેડૂતો ફરી મુકાયા મુશ્કેલીમાં  કેપ્સિકમ મરચાના પાકમાં આવ્યો આ ગંભીર રોગ

Cultivation of Capsicum Chilli: ગુજરાતમાં કેપ્સિકમ મરચાનું વાવેતર કરનાર ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.વારંવાર વાતાવરણમાં આવેલા પલટાના કારણે કેપ્સિકમ મરચા(Cultivation of Capsicum Chilli)માં આવેલા વાયરસે મરચાના ઉત્પાદન ઉપર અસર કરતા ખેડૂતોને વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઉભી થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.તેમજ આ મરચા માત્ર 35 ટકા જ ઉતારો આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

Advertisement

કેપ્સિકમ મરચાના પાકમાં રોગ આવતા ખેડૂતો ચિંતામાં
કેપ્સિકમ મરચાનો પાક ધીમે ધીમે રોગ આવતા નષ્ટ થઇ રહ્યો છે. ત્યારે આ પાકમાં આવેલા રોગે ખેડૂતોની ચિંતા વધારી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ જિલ્લાની 30 હજાર હેક્ટર જમીનમાં બાગાયતી પાક શાકભાજીનું વાવેતર કર્યું છે. જેમાં સુધી વધુ કેપ્સિકમ મરચાંનું વાવેતર થયું છે.અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે સમગ્ર જિલ્લામાં 400 વીઘા જમીનમાં ખેડૂતોએ બાગાયતી પાક કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક ઉગીને તૈયાર થઇ ગયો છે તેવામાં પાકમાં વાયરસ આવતા પાકના ઉત્પાદન ઉપર અસર થઇ છે વાયરસના કારણે પાકના પણ સુકાઈ જવા ઉપરાંત મુરજાઈ જતા મરચાની સાઈઝ પણ મોટી થતી નથી અને સુકાઈ જાય છે જેથી ખેડૂતો પરેશાન છે.ખેડૂતોએ ચાલુ સાલે અન્ય પાકોના બદલે બાગાયતી પાકનું વાવેતર કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી પરંતુ સતત વાતાવરણને પગલે પાકમાં આવેલા વાયરસે ખેડૂતોને રોવડાવ્યા છે.

Advertisement

દવાના છંટકાવ બાદ પણ આ રોગ કાબુમાં નહિ આવતા ખેડૂતો લાચાર
જિલ્લામાં ખેડૂતોએ એક વીઘા દીઠ 30 થી 50 હજાર ખર્ચ કરી કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું હતું. બીજી તરફ કેટલાક ખેડૂતો રોજિંદી ખેતી છોડી સારા ઉત્પાદન અને વળતરની આશાએ બાગાયત ખેતી તરફ વળ્યાં છે. તેવામાં પ્રથમ વખતમાંજ ખેડૂતોને આ પ્રકારના રોગે નુકશાન કરાવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. ખેડૂતો પાકને બચાવવા દવાનો છઁટ્કાવ પણ કરી રહયા છે, પરંતુ દવાના છંટકાવ બાદ પણ આ રોગ કાબુમાં નહિ આવતા ખેડૂતો લાચાર બન્યા છે અને બાગાયત વિભાગ પાસે યોગ્ય માર્ગદર્શન મળે તેવી આશા રાખી બેઠા છે.

Advertisement

જિલ્લાના કેટલાક ખેડૂતોએ રોકડીયા પાક સમજી કૈંપ્સીકમનું વાવેતર કર્યું પણ વાયરસ આવતા કેટલાક ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલો પાક ઉપર કલ્ટીવેટર ફેરવી દઈ જમીન પુનઃઅન્ય પાક માટે તૈયાર કરી છે ત્યારે ચાલુ સાલે મરચામાં આવેલા વાયરસ , ભાવમાં ઘટાડો જેવા કારણોએ ખેડૂતોને ખરેખર રોવડાવ્યા છે.

કેપ્સિકમના સેવનથી શરીરને અનેક ફાયદાઓ થાય છે
કેપ્સિકમ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વિટામિન-સી ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. કેપ્સિકમ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વિટામિન-સી ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement