For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઓલપાડના ખેતરોમાંથી થતી ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા ખેડૂતોએ PIને આપ્યું આવેદન

01:56 PM Jun 13, 2024 IST | Drashti Parmar
ઓલપાડના ખેતરોમાંથી થતી ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા ખેડૂતોએ piને આપ્યું આવેદન

Surat News: ઓલપાડ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે હવે તસ્કરો ઓલપાડ તાલુકાના ખેતરાડી સીમમાંથી અવાર નવાર ઈલેકટ્રોનીક મોટરની ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે ઓલપાડ(Surat News) તાલુકાના સાંધિયેરગામે ખેડુતોના ખેતરમાંથી બોરીંગ ઉપરથી ઈલેક્ટ્રોનીક મોટરો તથા ખાતરની ગુણો, લોખંડની એંગલ વિગેરે અન્ય સામાનની ચોરી થતા સાંધિયેરગામના ખેડૂતોએ એ આજ રોજ ઓલપાડ પી. આઈ સી. આર જાદવને આવેદન પત્ર આપ્યું હતું.

Advertisement

ચોરી કરનાર અને વેચનાર લેનારને તમામને કડકમાં કડક કાર્યવાહી કરી ઘરપકડ કરવા માટે ખેડૂત અગ્રણી દર્શન નાયક, જયેન્દ્ર દેસાઈ, ભરતભાઈ, તેમજ સનતભાઈ, સુનિલ પટેલ, આશિષ પટેલ, અશોકભાઈ દેસાઈ, જ્યંતીભાઈ પટેલ સહીતના ખેડૂતોએ રજુઆત કરી હતી

Advertisement

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર સાંધિયરગામના ખેડુત ખાતેદારોનું જણાવવાનું કે હમારા ગામે હમારા ખેતર ઉપર બોરીંગમાં પાણી માટે સિંચાઈની વ્યવસ્થા માટે  ઈલેકટ્રોનીક મોટરો ફીટ કરેલ છે. છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં ખેતરમાંથી ઈલેકટ્રોનીક મોટરોની ચોરી થઈ ગઈ છે. જે માટે કેટલાક ખેડુતોએ અગાઉ ફરિયાદ પણ કરેલ છે. હમણા તો મોટા પ્રમાણમાં મોટરોની ચોરી થવાથી ખેડુતોને પાક બચાવવા માટે પાણીની પણ તકલીફ થઈ ગઈ છે. અને દિવસે ને દિવસે આ ચોરીનો ઉપદ્રવ વધતો જ જાય છે જેથી કરી હમારા ખેડુતો ઉપર મોટી આફત આવી પડી છે અને ખેડુતો 28 લાખો રૂપિયાના દેવામાં ડુબી ગયા છે

Advertisement

ખેડુતો રાત દિવસ મહેનત કરે અને આવા અસામાજીક તત્ત્વો કાયદો અને વ્યવસ્થાને ગણના કર્યા વગર ચોરી કરે છે.ત્યારે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી ખેડુતોની મોટરો મળે તે માટે ઘટતુ કરવા માટે તમામ ખેડુત ખાતેદાર જણાવે છે.. ખેડુત ખાતેદારોની ખેતરઉપરથી ખાતરની મહમુલી ગુણોની પણ ચોરી થઈ ગઈ છે. તથા લોખંડની એંગલોની પણ ચોરી થઈ ગઈ છે.

આ સાથે આ ચોરટાઓ સરકારની રોડના સાઈડ ઉપરની રીફલેકટરવાળી હેવી તમામ એંગલો પણ ઉખેડી ચોરી ગયા છે. તો સાંધીયેર ગામના તમામ ખેડુત ખાતેદારોની ફરીયાદ દાખલ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ચોરી કરનાર તમામ લોકોને પકડી ખેડુતોના હિતમાં જલ્દીથી પગલા લેવા અનુરોધ કર્યો છે ચોરીનો સામાન ઈલ.મોટર, ખાતર, લોખંડની એંગલ વિગેરે તમામ ચોરી કરનાર અને વેચનાર લેનારને તમામને કડકમાં કડક કાર્યવાહી કરી ઘરપકડ કરવા રજુઆત કરવામાં  હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement