Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ખેડૂત ખાતેદારોને સ્માર્ટફોન સબસીડી, પાણીના ટાંકા સહાયના ફોર્મ આ તારીખે ભરવાના થશે શરુ

02:46 PM Jun 14, 2024 IST | admin

ikhedut 2024 scheme: ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત સને 2024-25 માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના સહિતની યોજનાઓ માટે ખેડૂત અરજીઓ કરી શકે છે.

Advertisement

રાજ્ય સરકારશ્રી દ્વારા સને 2024-25 માટે આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut portal) તા. 18/06/2024ના રોજ સવારે 10.30 કલાકથી 7 દિવસ સુધી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે.

આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂત મિત્રોએ અરજી કરવા તેમજ વધુ માહિતી માટે તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી-ખેતી તથા આપના ગામના ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવા દરેક જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા જણાવાયુ છે.

Advertisement

ગુજરાતના તમામ બાગાયતદારોને જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા તા.૧૨/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૫/૨૦૨૪ સુધી આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ ત્યારે જિલ્લાના બાગાયતદારો દ્વારા નાણાકીય વર્ષ: ૨૦૨૪-૨૫ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલના માધ્યમથી ઓનલાઇન અરજી કરી હોય પરંતુ એ અરજી જરૂરી સાધનિક કાગળો પોતપોતાના વિસ્તારના બાગાયત વિભાગમાં રજુ કરવાના બાકી હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતોને અરજીપત્રકની સહી વાળી નકલ સાથે ૭/૧૨,૮-અ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, તલાટી મંત્રીનો બાગાયતી પાક વાવેતર દાખલો (બાગાયત યાંત્રીકીકરણ, ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા, ટુલ્સ એન્ડ ઇકવિપમેન્ટસ, ડુંગળીના મેડા જેવા ઘટકના કિસ્સામાં), ટપકના પુરાવા (પાણીના ટાંકા, ટિસ્યૂ કેળ, પપૈયાં, વોટર સોલ્યુબલ ખાતરના કિસ્સામાં) વગેરે સાધનિક કાગળો સાથેની અરજી  પોતાના વિસ્તારના બાગાયત નિયામકશ્રીઓની કચેરીઓ ખાતે તા. ૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવા જણાવવામા આવે છે.

વધુમાં જણાવવાનું કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આપની અરજી કચેરી ખાતે સ્વીસ્કારવામાં આવશે નહિ જેની નોંધ લેવી. વધુ માહિતી માટે બાગાયત નિયામકશ્રીની કચેરીઓનો સંપર્ક કરી શકાશે.

Advertisement

કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય હસ્તકનાં ખાતાના વડાઓ, સોસાયટીઓ, બોર્ડ, કોર્પોરેશન ધ્વારા વિવિધ વ્યક્તિલક્ષી/ સંસાધન લક્ષી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવતી યોજનાઓનો લાભ ખેડૂતોને સહેલાઇથી મળી રહે અને આ બાબતે પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી i-ખેડૂતપોર્ટલ ધ્વારા તમામ યોજનાઓનો અમલ કરવામાં આવનાર છે.

 

Advertisement
Tags :
Next Article