Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

'હું ગૃહમંત્રીનો PA છું, તમારી બદલી કરાવી દઇશ....' -નકલીના ભરડા વચ્ચે વડોદરામાંથી ગૃહમંત્રીનો નકલી PA ઝડપાયો

06:35 PM Dec 08, 2023 IST | Dhruvi Patel

Fake PA of Home Minister Harsh Sanghavi Arrested: રાજ્યમાં નકલીની ભરમાર જામી છે. નકલી ટોકનાકુ, નકલી સરકારી કચેરી, નકલી PMO અને CMO અધિકારી બાદ હવે વડોદરામાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) નાં નકલી PA (Fake PA of Home Minister Harsh Sanghavi Arrested)ની ધરપકડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પોલીસના હાથે ઝડપાયેલો આ શખ્સ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો PA તરીકે લોકોમાં રોફ જમાવતો હતો.

Advertisement

વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બદલીની ધમકી આપી નશામાં ધૂત ત્રણ જેટલા યુવકો લોકોમાં રોફ જમાવી રહ્યા હતા. જેમાંથી એક વરુણ પટેલ નામના યુવક પોતે ગૃહમંત્રીનો PA છે અને તારી બદલી કરાવી દઇશ... એમ કહીને પોલીસકર્મીઓને માર માર્યો હતો. વળી, આ શખસો આટલેથી ના અટક્યા તેમણે પોલીસ-વાનનો પીછો પણ કર્યો. હાલ તો સમગ્ર મામલે હરણી પોલીસે દારૂના નશામાં ધૂત 3 આરોપીની ધરપકડ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે હું અને ટ્રાફિકબ્રિગેડના ડ્રાઇવર જ્યોતિષકુમાર પાઉલભાઈ પરમાર પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ ગોલ્ડન ચોકડી પાસે, સર્વિસ રોડ ઉપર આવેલા પારસ ઢાબા પાસે આવતા બે ઇસમ શેડ પર વચ્ચે ઊભા હતા, જેથી અમે અમારી ગાડી રોકી હતી અને તેમને સાઇડમાં ઊભા રહી વાતો કરવાનું જણાવ્યું હતુ. બાદમાં તેઓ એકદમ મારી ગાડી પાસે આવ્યા હતા.

Advertisement

અમારી ગાડીનો દરવાજો ખોલીને તેમણે અમને કહ્યું હતું કે, તમે કેમ અહીં આવ્યા છો. તેઓ દારૂ જેવા કેફી પીણાંનો નશો કરેલી હાલતમાં હતા. તેમને આ બાબતે કહેવા જતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અમને જણાવ્યું હતું કે, તમે ટ્રાફિકવાળા છો, તમારે કોઈ લેવાદેવા નથી, જેમાંથી વરુણ પટેલ નામનો યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને અમારા ડ્રાઇવર સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી તથા ડ્રાઇવરને પકડીને રોડ ઉપર પછાડ્યો હતો, જેથી તેમને પીઠ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેને મારી સાથે પણ પણ છૂટાહાથની મારામારી કરી હતી અને મને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. વરુણ પટેલે જણાવ્યું હતું કે, "હું ગૃહમંત્રીનો PA છું, હું તમારી કાલે બદલી કરાવી દઇશ...."

હરણી પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, પોલીસ સાથે મારામારી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Next Article