For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

CBI ધરપકડને અટકાવવા અમિત શાહને સંતાડી રાખનાર ગુજરાત સરકારનો જીગ્નેશ મેવાણી સાથે ભેદભાવ- પૂર્વ IPS રમેશ સવાણી

02:51 PM Apr 21, 2022 IST | admin
cbi ધરપકડને અટકાવવા અમિત શાહને સંતાડી રાખનાર ગુજરાત સરકારનો જીગ્નેશ મેવાણી સાથે ભેદભાવ  પૂર્વ ips રમેશ સવાણી

રાત્રે 11.30 એ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી Jignesh Mevani ને આસામ પોલીસ ઉચકીને લઇ ગઈ. સુપ્રીમ કોર્ટના ઠરાવને પણ  ઘોળીને પીય ગયેલી આસામ પોલીસને મદદ કરનાર ગુજરાત પોલીસ પણ કાયદાનું પાલન અને અનુસરણ કરવાનું ભૂલી ગઈ હોવાનું પૂર્વ આઈપીએસ ઓફિસર રમેશ સવાણીએ IPS Ramesh Savani જણાવ્યું છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શું લખ્યું સવાણી સાહેબ એ વાંચો:

Advertisement

શું ધારાસભ્ય જિઞ્નેશ મેવાણી ક્રિમિનલ છે?
ગુજરાતના વડગામ બેઠકના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 21 એપ્રિલ 2022ના રોજ, ગુજરાત પોલીસના સહયોગથી, આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસથી એરેસ્ટ કરી, અમદાવાદથી રેલ્વે મારફતે આસામ લઈ જવામાં આવ્યા. તેમની સામે કઈ કલમ હેઠળ ગુનો દાખલ થયેલ છે, તેની જાણ તેમને કરવામાં ન આવી કે તેમને FIRની નકલ આપવામાં ન આવી. તેમને પોતાના કુટુંબીજનો સાથે વાત કરવાની તક પણ આપવામાં ન આવી !

Advertisement

થોડાં પ્રશ્નો : [1] ધારાસભ્ય જિઞ્નેશ મેવાણીને ક્યા ગુનામાં એરેસ્ટ કરેલ છે, તેની જાણ તેમના કુટુંબીજનને કરવાની આસામ પોલીસની ફરજ છે, એ ફરજ આસામ પોલીસ ભલે ભૂલી ગઈ હોય; પરંતુ આસામ પોલીસે જ્યારે ગુજરાત પોલીસની મદદ માંગી ત્યારે ગુજરાત પોલીસે માહિતી મેળવ્યા વિના જ આસામ પોલીસને મદદ કરી હશે? શું ગુજરાત પોલીસની કોઈ ફરજ બનતી નથી?

Advertisement

સુપ્રિમકોર્ટે, ડી.કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય કેસમાં 18 ડીસેમ્બર 1996ના રોજ ઠરાવ્યું છે કે “CrPC કલમ-50 (એ) મુજબ, ધરપકડ કરાયેલ વ્યક્તિને, ધરપકડ વિશે તેના પરિવારજનો અથવા સંબંધીઓને જાણ કરવાનો અધિકાર છે. ધરપકડ કરાયેલ વ્યક્તિને આ કાયદા વિશે ખબર ન હોય, તો પોલીસ અધિકારીએ જાતે તેના પરિવારને જાણ કરવી પડશે. CrPC કલમ-41 (ડી) મુજબ, ધરપકડ કરાયેલ વ્યક્તિને પોલીસ તપાસ દરમિયાન કોઈપણ સમયે તેના વકીલને મળવાનો અધિકાર છે. તેમજ તે તેના વકીલ અને પરિવારના સભ્યો સાથે વાત કરી શકે છે.” શું આ જોગવાઈનો ભંગ થતો નથી?

[2] ધારાસભ્યની આ હાલત હોય તો સામાન્ય નાગરિક સાથે પોલીસ કેવો વર્તાવ કરતી હશે? શું આ અંગે ગુજરાત હાઈકોર્ટે જાગૃત થવાની જરુર નથી?

Advertisement

[3] જિગ્નેશ મેવાણીએ કહેલ કે મેં શાંતિ જાળવવા ટ્વિટ કરેલ, તે કારણસર આસામ પોલીસ મને એરેસ્ટ કરીને લઈ જાય છે ! માની લઈએ તેમણે ભડકાઉ ટ્વિટ કર્યું હોય, તોપણ તેની વિગત આસામ પોલીસને ગુપ્ત રાખવાની શું જરુર પડી?

[4] ધારાસભ્યની અટકાયતમાં ભેદભાવ શામાટે? શું જિગ્નેશ મેવાણી વિપક્ષમાં છે, એટલે તેમને હેરાનગતિ કરવાની? શું સત્તાપક્ષના કોઈ ધારાસભ્યને આ રીતે આસામ પોલીસ એરેસ્ટ કરી શકત? 2010માં CBI તત્કાલિન ધારાસભ્ય અને ગૃહમંત્રીને એરેસ્ટ કરવા આવી ત્યારે રાજ્ય સરકારે CBI તેમને એરેસ્ટ ન કરે તે માટે શામાટે છૂપાવેલ હતા?

[5] શું ધારાસભ્ય જિઞ્નેશ મેવાણી ક્રિમિનલ છે? આતંકવાદી છે? એક ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેનો ગુજરાત પોલીસ/આસામ પોલીસનો આવો વ્યવહાર ઉચિત છે?

આ ઘટના શરમજનક છે, ગુજરાત વિધાનસભા માટે/ગુજરાતના મુખ્યમંત્રી માટે ! લોકોના પ્રતિનિધિનું અપમાન થઈ રહ્યું હોય ત્યારે તેઓ ચૂપ કઈ રીતે બેસી શકે?rs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement