For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આજે પણ પાણી માટે વલખા મારે છે ખેડાનું આ ગામ, 2000ની વસ્તી વચ્ચે છે એક જ કુવો

11:27 AM May 18, 2022 IST | Sanju
આજે પણ પાણી માટે વલખા મારે છે ખેડાનું આ ગામ  2000ની વસ્તી વચ્ચે છે એક જ કુવો

ખેડા(ગુજરાત): શાળામાં ઉનાળુ વેકેશન(Vacation) હોય તો કાં તો બાળકો મામાના ઘરે જતા હોય છે અથવા તો પરિવાર ફરવા જવાનું નક્કી કરતા હોય છે. પરંતુ, ખેડા(Kheda)ના ઠાસરા(Thasra)માં બાળકોને આવું નસીબ નથી. કારણ કે અભ્યાસ બંધ કર્યા પછી પરિવારના સભ્યો જ પીવાના પાણી ભરવા માટેનું આયોજન કરે છે. કારણ કે, પીવાના પાણી માટે અહીં ભટકવું પડે છે. હા, આઝાદીને આટલા વર્ષો થઈ ગયા છે પરંતુ આજે પણ આ ગામ કૂવાના સહારે જીવે છે. જણાવી દઈએ કે, આ ગામ ઠાસરાનું પોરડા(Porda) ગામ છે.

Advertisement

જણાવી દઈએ કે, 2000ની વસતી ધરાવતા પોરડા ગામમાં 100 વર્ષ જૂનો એક માત્ર કૂવો પીવાના પાણી માટેનો સહારો છે. એક તરફ સરકાર નલ સે જલ યોજનાની વાત કરી રહી છે ત્યારે અહીં નળ પણ નાંખવામાં આવ્યા પરંતુ તેમાં પાણી આવતુ નથી. આથી સવાર પડે એટલે બાળકો, વૃદ્ધો સહિત મહિલાઓ પીવાનુ પાણી ભરવા કૂવે દોડી જાય છે.

Advertisement

હાલ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ, પોરડા ગામના લોકો અમૃત સમાન પાણી પીવા માટે વલખાં મારવા મજબૂર બન્યા છે. જણાવી દઈએ કે, આ કુવામાં સમગ્ર દિવસ દરમિયાન મહિલાઓ-વૃદ્ધો અને બાળકો પીવાનું પાણી કુવામાંથી ભરે છે. વળી ઘર વપરાશ અને પશુઓ માટે પણ પાણી કૂવેથી જ ભરવા જવું પડે છે.

Advertisement

ઠાસરા તાલુકાનું પોરડા ગામ કપડવંજ રોડ ઉપર જ આવેલું છે. આ ગામમાં પાકા રસ્તા, વીજળી, પ્રાથમિક શાળા અને બસ સહિતની તમામ સુવિધાઓ છે પરંતુ પાણી જ નથી. સરકાર દ્વારા નળના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી અને સંપ પણ બનાવ્યો.

વાસ્મો વિભાગે બાવીસ લાખના ખર્ચે ઘરે ઘરે પાઇપલાઇન પણ નાંખી હતી. પરંતુ ખેડા જિલ્લા પાણી પુરવઠા વિભાગે ખોટો ખર્ચ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરે છે. કારણ કે, આ સંપ માંથી નજીકના દેવનગર ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ પોરડા ગામ હજુ પણ પાણી માટે તરસ્યું છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement