For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કોણ છે એ 4 લોકો, જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં PM મોદી સાથે રહેશે હાજર- જાણો કોણ-કોણ રહેશે ઉપસ્થિત?

10:48 AM Jan 22, 2024 IST | Chandresh
કોણ છે એ 4 લોકો  જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં pm મોદી સાથે રહેશે હાજર  જાણો કોણ કોણ રહેશે ઉપસ્થિત

Ayodhya Ram Mandir: નવા વર્ષની તો દરેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો તારીખ 22 જાન્યુઆરી એટલે કે આજના દિવસની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન આજે 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહ્યુ છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાના(Ayodhya Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે.

Advertisement

પીએમ મોદીની સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહેશે. મળતી માહિતી અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો બંધ કરવામાં આવશે છે. જે બાદ રામલલાની મૂર્તિની આંખ પરથી પાટો હટાવ્યા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવશે, જેથી ભગવાન પોતે પ્રથમ તેમનો ચહેરો જોઈ શકે.

Advertisement

Advertisement

ગયા મહિને અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા, શહેરના મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત 'સૂર્ય સ્તંભો'થી શણગારવામાં પણ આવી રહ્યો છે. આ સાથે જ અયોધ્યાના રામ પથ અને અન્ય મુખ્ય માર્ગો પર સ્થિત દુકાનોના શટરને હિન્દુ પ્રતીકોની કલાકૃતિઓથી શણગારવામાં આવી રહ્યા છે. આ કલાકૃતિઓમાં મંદિરના આકારની સાથે જય શ્રી રામના નારા અને સ્વસ્તિક પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

PM મોદી બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:05 થી 12:55 સુધી એટલે કે લગભગ 50 મિનિટ સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી તે પૂજા સ્થળથી નીકળીને બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તેઓ અહીં બપોરે 2 વાગ્યા સુધી રોકાશે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી પીએમ મોદી લગભગ 2.10 વાગ્યે કુબેલ ટીલા પહોંચશે અને ત્યાં દર્શન કરશે. આ પછી તેઓ બપોરે 2.25 વાગ્યે હેલિપેડ માટે રવાના થઈ જશે. ત્યારપછી તેઓ 2.40 વાગ્યે હેલિપેડથી એરપોર્ટ માટે રવાના થશે. તેઓ બપોરે 3.05 કલાકે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. આ રીતે પીએમ મોદી અયોધ્યામાં લગભગ સાડા પાંચ કલાક રોકાશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement