For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

દમદાર માઇલેજ – શાનદાર ફીચર; આ વર્ષે ધૂમ મચાવવા આવી રહી છે આ 5 ફેમિલી કાર; જાણો ફીચર્સ અને કિંમત

06:38 PM May 04, 2024 IST | Chandresh
દમદાર માઇલેજ – શાનદાર ફીચર  આ વર્ષે  ધૂમ મચાવવા આવી રહી છે આ 5 ફેમિલી કાર  જાણો ફીચર્સ અને કિંમત

Five family cars launched in 2024: રિપોર્ટ અનુસાર આ વર્ષે માર્કેટમાં 5 જેટલી ફેમિલી કારો લોન્ચ કરવામાં આવશે. ભારતમાં SUV કારોનું પ્રમાણ વધતા હવે નાની કારોનું વેચાણ ખુબ ઘટી રહ્યું છે. પરંતુ ફરી નાની કારોનું માર્કેટ આવી રહ્યું છે તેવું કેટલાક એક્સપર્ટનો મત છે. જેથી (Five family cars launched in 2024) આ વર્ષે ઓછામાં ઓછી પાંચ ફેમીલી કાર લોન્ચ થવા જઈ રહી છે. આ રિપોર્ટમાં તે આવનારી કારોના ફીચર વિશે જાણીશુ.

Advertisement

મારુતીની સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયર
9 મે 2024ના રોજ ન્યૂ જનરેશનની મારુતી સ્વિફ્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. તો નવી ડિઝાયર કાર તહેવારની સીઝનમાં લોન્ચ થઈ જશે. આ બંન્ને મોડલમાં અંદર-બહારથી ચેન્જ હશે. તેમાં સુઝુકીનુ નવું 1.2L, 3 સિલિન્ડર Z સીરીઝ પેટ્રોલ એન્જિન હશે. ફ્યૂઅલ એફિશિએન્સી 25.72 KMPL, ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ મેન્યુઅલ તથા AMT ગિયરબોક્સ હશે. માઈલ્ડ હાઈબ્રિડ ટેકનીકવાળુ એન્જિન 81.6PSનું પાવર અને 112Nmનું ટોર્ક આપશે. આ સિવાય બીજા ફીચર પણ એદદ કરવામાં આવ્યા છે.

Advertisement

ટાટા અલ્ટ્રોઝ રેસર અને અલ્ટ્રોઝ ફેસલિફ્ટ
ટાટાની અલ્ટ્રોઝ પ્રીમિયમ રેસર એડિશન લોન્ચ કરવામાં આવશે. આ અલ્ટ્રોઝ રેસર બે અલગ અલગ ડ્યુઅલ ટોન શેડમાં જોવા મળી રહી છે. આ કારના બોનેટ અને રુફ પર ટ્વિન રેસિંગ સ્ટાઈપ્સ, ફ્રન્ટ ગ્રિલ, નવા ડિઝાઈન કરેલ 16 ઈંચના એલોય વ્હીલ મળશે. તેના ઈન્ટીરિયરમાં કોન્ટ્રાસ્ટ સ્ટિચિંગની સાથે લેધરેડ અપહોલ્સ્ટી અને "રેસર"નો લોગો મળી શકે છે.

Advertisement

રેસર અલ્ટ્રોઝમાં 1.2L, 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે જે 120bhp અને 170 Nm જનરેટ કરશે. આ કારના એન્જિન સેટ અપને હાલના મોડલ જેવું જ રખાશે. આમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ સેટ અપ મળશે. તેમાં બીજા પણ એડવાન્સ ફીચર સામેલ કરવામાં આવ્યું છે.

નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટ
રિપોર્ટ અનુસાર આ વર્ષે નિસાનની મેગ્નાઈટ ફેસલિફ્ટનું અપડેટેડ વર્ઝન મળવાનું છે. આ અપકમિંગ મોડલ વિશે જાણકારી ઉપલબ્ધ નથી. પરંતુ તેમાં 1.0L નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ, 1.0 ટર્બો પેટ્રોલ અને CNG ફીચરમાં કોઈ બદલાવ નહીં થાય તેવો અંદાજો છે. તેના અપડેટેડ વર્ઝનમાં નવી સીટ અપહોલ્સ્ટ્રી અને અપડેટેડ ઈન્ટિરિયર થીમ મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે. અત્યારના મોડલમાં ઈંચ ડિઝિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વોઈસ રિકગ્નિશન કંટ્રોલ, 8 ઈંચ ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, એન્ડ્રોઈડ ઓટો કેનેક્ટિવિટી મળે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement