For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કેનેડા અને યુકે પછી હવે ઓસ્ટ્રેલિયન સરકારે વિઝાના નિયમો બનાવ્યા કડક, લાગી શકે છે ભારતીય વિધાર્થીઓને મોટો ઝટકો

10:45 AM Mar 22, 2024 IST | Chandresh
કેનેડા અને યુકે પછી હવે ઓસ્ટ્રેલિયન સરકારે વિઝાના નિયમો બનાવ્યા કડક  લાગી શકે છે ભારતીય વિધાર્થીઓને મોટો ઝટકો

Australia Visa News: ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે વિઝાના નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીની જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટ પણ લેવામાં આવશે. જ્યારે સ્નાતક વિઝા માટે IELTS સ્કોર 6.0 થી વધારીને 6.5 સુધી કરવામાં આવ્યો છે. સ્ટુડન્ટ વિઝા માટે IELTS 5.5 થી વધારી 6.0 કરવામાં આવ્યો છે. ઉપરાંત રજીસ્ટ્રેશનકર્તાઓએ 24,505 ડોલરની (Australia Visa News) બચત બતાવવી પડશે.

Advertisement

વિદ્યાર્થીએ 24.50 હજાર ડોલરની બચત બતાવવી પડશે
કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયા જવું ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બનવા જઈ રહ્યું છે. કેમ કે ઓસ્ટ્રેલિયા સરકારે વિઝાના નિયમો કડક બનાવી દીધા છે. વિદ્યાર્થીઓનો વિઝાની પ્રક્રિયા સાથે જેન્યુઇન સ્ટુડન્ટ ટેસ્ટ પણ લેવાશે. વિદ્યાર્થી ખરેખર અભ્યાસ માટે જઇ રહ્યો છે કે કેમ તે અંગે નિર્ણય પણ લેવાશે. આ ઉપરાંત વિઝા માટે અરજી કરતા વિદ્યાર્થીએ 24.50 હજાર ડોલરની બચત બતાવવી પડશે.

Advertisement

IELTS 5.5 થી વધીને 6.0 થશે
કેનેડા અને યુકે પછી ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા માટે તેના ઇમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. 23 માર્ચથી જેન્યુઈન સ્ટુડન્ટ જરૂરિયાત વિદ્યાર્થી વિઝા માટે જેન્યુઈન ટેમ્પરરી એન્ટ્રન્ટની નિયમોમાં બદલાવ કરવામાં આવશે. આ ફેરફારની જાહેરાત 11 ડિસેમ્બર, 2023 ના રોજ કરવામાં પણ આવી હતી, પરંતુ તે નિયમ 23 માર્ચ 2024 પછી ફાઇલ કરાયેલ વિઝા અરજીઓ પર જ લાગુ કરવામાં આવશે.

Advertisement

અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયામાં અસ્થાયી રૂપે રહેવા અને પછી વતન પરત જવાના ઈરાદાને દર્શાવવા માટે GTE સ્ટેટમેન્ટ વિઝા અરજી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નવા નિયમો અનુસાર ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે IELTS સ્કોર વધીને 6.5 કરવામાં આવ્યો. વિદ્યાર્થી વિઝા માટે IELTS 5.5 થી વધીને 6.0 થશે. જ્યારે “TGV માટે ટેસ્ટ વેલિડિટી વિન્ડો 3 વર્ષથી ઘટીને 1 વર્ષ થશે. TGV અરજદારોએ વિઝાની અરજીની તારીખથી એક વર્ષમાં અંગ્રેજી ભાષાની પરીક્ષા પુર્ણ કરવાની છે.

વિદ્યાર્થીઓનું ક્રોસ વેરિફિકેશન થશે
વધુમાં ઓસ્ટ્રેલિયન સરકારે તમામ વિદેશી વિદ્યાર્થીઓ માટે એક નવી પરીક્ષા પણ લેવામાં આવશે. ઉચ્ચ જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની અરજીઓની હવે ચકાસણી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થી વિઝા માટે પાત્ર બનવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની બચતની રકમમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. અરજદારોએ હવે બચતમાં $24,505નો પુરાવો રજુ કરવા પડશે. બતાવવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયન સરકાર અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના પુરાવા, ઇમિગ્રેશન ,વિઝાની શરતો સહિત સંખ્યાબંધ પરિબળો ધ્યાનમાં રાખી કેન્દ્રીત કર્યા છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement