Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કોર્ટે ના આપી રાહત: દારુ કૌભાંડના આરોપી CM અરવિંદ કેજરીવાલને 1 એપ્રિલ સુધી EDના રિમાન્ડ વધાર્યા

05:57 PM Mar 28, 2024 IST | V D

CM Arvind Kejriwal: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં, EDએ ફરી એકવાર સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા અને ફરીથી તેમના રિમાન્ડની માંગણી કરી હતી, જેના પર કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. જો કે, જ્યારે સુનાવણી દરમિયાન EDએ રિમાન્ડની(CM Arvind Kejriwal) માંગ કરી હતી, ત્યારે કેજરીવાલે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ED આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. ત્યારે હવે કેજરીવાલ વધુ 4 દિવસ ED રિમાન્ડમાં રહેશે.

Advertisement

અરવિંદ કેજરીવાલના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા
EDના વકીલ એસવી રાજુએ કોર્ટમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા છે, તેઓ અસ્પષ્ટ જવાબો આપી રહ્યા છે.આ સિવાય કેજરીવાલ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના પાસવર્ડ પણ નથી જણાવી રહ્યા. તે કહી રહ્યા છે કે તે વકીલો સાથે વાત કરીને આપશે.

'હું ED નો આભાર માનું છું'
કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે કોઈ કોર્ટે મને દોષિત ઠેરવ્યો નથી. ED અને CBIએ હજારો પાનાનો રિપોર્ટ દાખલ કર્યો છે. હું ED નો આભાર માનવા માંગુ છું. આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. જો તમે બધા કાગળો વાંચશો તો તમે પૂછશો કે મારી ધરપકડ કેમ કરવામાં આવી? કેજરીવાલે પૂછ્યું કે શું મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે આ યોગ્ય જગ્યા છે.

Advertisement

આ રાજકીય ષડયંત્ર- જનતા જવાબ આપશે- કેજરીવાલ
દિલ્હીની લીકર નીતિ કેસ મામલે ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઇને EDની ટીમ રાઉજ એવેન્યૂ કોર્ટમાં પહોંચી છે. કોર્ટ બહાર મીડિયાના સવાલનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે અને જનતા તેનો જવાબ આપશે. રાઉજ એવન્યૂ કોર્ટમાં દિલ્હીના 4 કેબિનેટ મંત્રી ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, આતિશી અને રાજકુમાર આનંદ પણ સામેલ છે.

Advertisement

લીકર નીતિમાં કેજરીવાલની કરવામાં આવી હતી ધરપકડ
મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની EDએ બે કલાક પૂછપરછ બાદ 21 માર્ચે ધરપકડ કરી હતી. દિલ્હી લીકર કૌભાંડમાં રાઉજ એવેન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલ્યા હતા. પોતાની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રહેશે અને જરૂર પડવા પર જેલમાંથી સરકાર ચલાવશે.

Advertisement
Tags :
Next Article