For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વડોદરામાં રાત્રે નશામાં ધૂત નબીરાએ ત્રણને કચડ્યાં; યુવકનું ઘટના સ્થળે જ મોત, 2 ગંભીર...

12:13 PM Apr 19, 2024 IST | V D
વડોદરામાં રાત્રે નશામાં ધૂત નબીરાએ ત્રણને કચડ્યાં  યુવકનું ઘટના સ્થળે જ મોત  2 ગંભીર

Vadodara Accident: વડોદરામાં તથ્યકાંડ જેવી ઘટના ફરી એકવાર સામે આવી છે.જેમાં અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં ધૂત નબીરાએ 2 એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમજ બ્રિજની સાઈડમાં(Vadodara Accident) બેઠેલા યુવક અને યુવતીઓને અડફેટે લીધી હતી.

Advertisement

જેમાં MBAનો અભ્યાસ કરતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતક યુવક અને ઇજાગ્રસ્ત બન્ને યુવતી પારૂલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
મળતી માહિતી અનુસાર, વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે એક કાર ચાલકે 2 એક્ટિવા અને બ્રિજની સાઈડમાં બેઠેલા યુવક અને યુવતીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં ઊમટ્યા હતા. આ બનાવને લઈ DCP લીના પાટીલ સહિત અકોટા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

Advertisement

કાર બેથી ત્રણવાર પલટી મારી હતી
નજરે જોનારે કહ્યું ચાલક નશામાં હતો કારચાલક ઓવરસ્પીડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે નશાની હાલતમાં હોવાનું નજરે જોનારે કહ્યું હતું. આ કારચાલક સ્પીડમાં કાર બ્રિજ પાસે બે એક્ટિવાને ટક્કર મારતા કાર બેથી ત્રણવાર પલટી મારી હતી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવને લઈ તાત્કાલિક લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યા હતા.

કારચાલકની કરી અટકાયત
આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં MBAનો અભ્યાસ કરનાર 24 વર્ષીય આકાશ રાકેશભાઈ ચોબલે (રહે, વાઘોડિયા રોડ, મૂળ કચ્છ, હાલ પરિવાર રાજસ્થાન રહે છે)ને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવમાં અન્ય બે યુવતી આસ્થા પરીખ અને પ્રિતી શર્માને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત કરનાર કલ્પ કનક પંડ્યા અને તેની ફિયાન્સીની હાલ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ ઘટનામાં પણ કારચાલક નબીરાને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. મૃતક યુવક અને ઇજાગ્રસ્ત બન્ને યુવતી પારૂલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
Advertisement
Advertisement