For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત: BRTS સિટી લિંકના બદલાયા ઈન્ચાર્જ, વારંવાર અકસ્માત થતાં કમલેશ નાયકની જગ્યાએ ડો.રાજેન્દ્ર પટેલને સોંપાયો ચાર્જ

11:45 AM Dec 28, 2023 IST | V D
સુરત  brts સિટી લિંકના બદલાયા ઈન્ચાર્જ  વારંવાર અકસ્માત થતાં કમલેશ નાયકની જગ્યાએ ડો રાજેન્દ્ર પટેલને સોંપાયો ચાર્જ

Changed in-charge of BRTS City Link: સુરત શહેરમાં સિટી લિંકએ લોકો માટે એક વરદાન સ્વરૂપ છે.શહેરમાં જાહેર પરિવહન માટે સિટી લિંકની 8 વર્ષથી શરૂઆત કરવામાં આવી છે.તેમજ સિટીલિંકની શરૂઆત થતા નોકરી રોજગાર કરતા લોકોને ઘણા ફાયદારૂપ સાબિત થઇ છે.પરંતુ આ સિટીલિંકના બેફામ ડ્રાયવરના કારણે કેટલાક લોકો માટે કાળ સાબિત થઇ છે.ડ્રાયવરોની બેદરકારીના કારણે કેટલાય નિર્દોષ લોકોએ પોતાના ઘરના દિપક ગુમાવ્યા છે.તો કેટલાય લોકોએ અકસ્માતના કારણે અપંગ પણ બન્યા છે.છેલ્લા આઠ વર્ષમાં આપતી આ સિટીલિંકનું સંચાલન કમલેશ નાયક( Changed in-charge of BRTS City Link ) કરી રહ્યા હતા.જે આસિસ્ટન્ટ કમિશનરમાંથી ચેપ્ટર પ્રોવાઇઝોથી રાતોરાત ડેપ્યુટી કમિશનર બની ગયા હતા.ત્યારે કમલેશ નાયકસહિતના તેમના ખાસમખાસ સ્ટાફની નિષ્ક્રિયતાથી સમગ્ર વહીવટ ખાડે ગયો છે.

Advertisement

છેલ્લા 8 વર્ષમાં સિટીલિંક સેવા વરદાન કરતા પણ કાળ સાબિત થઇ
છેલ્લા 8 વર્ષમાં બસ અકસ્માતો, બ્રેક ફેલની ઘટનામાં 90થી વધુનાં મોત, નકલી ટિકિટ આપવાનું કૌભાંડ, ટિકિટ ચોરી, ડ્રાઇવરો દારૂના નશામાં બસ હંકારતા હોવાની, ગમે ત્યાં જ બસ થોભાવી દેવા સહિતની વ્યાપક ફરિયાદો થઈ હોવા છતાં કોઈ સુધારો કરવામાં આ અધિકારી સાવ નિષ્ફળ જ સાબિત થયા છે. અણઘડ અધિકારીઓની નિષ્ક્રિયતા અને દૂરંદેશીના અભાવને પગલે પાલિકાની છબિ ખરડાઈ રહી છે. તેમ છતાં આ અધિકારી પાસેથી સિટી લિંકનો હવાલો લઈને અન્ય અધિકારીને સોંપવામાં આવતો ન હતો.હવે તેનું કારણ ભ્રસ્ટાચાર સિવાય બીજું તો શું હોઈ શકે? પરંતુ વિપક્ષે આવા નિષ્ફળ અધિકારીને તાકીદે સસ્પેન્ડ કરવાની માંગ કરીહતી. જરૂરી સુધારા-વધારાઓ કરવા આ મામલે ઉગ્ર આંદોલન છેડાશે એવું વિપક્ષએ કહી હોબાળો મચાવ્યો હતો.આ સાથે વિપક્ષે વર્ષોથી એક જ ખાતામાં ચીપકીને બેઠેલા અધિકારીઓ માત્ર મલાઈ ખાઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.

Advertisement

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી BRTSનો ચાર્જ લઇ લેવામાં આવ્યો
પરંતુ કતારગામમાં બનેલી અકસ્માતની ઘટના બાદ વિપક્ષ સહિતના લોકોએ બસના ઈન્ચાર્જ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પર સવાલો ઉભા કર્યા હતાં. જેથી બીઆરટીએસનો ચાર્જ બીજાને સોંપી દેવામાં આવ્યો છે.કતારગામ BRTS અકસ્માત બાદ BRTSનો ચાર્જ સાંભળતા ડેપ્યુટી કમિશ્નર કમલેશ નાયકનો ભોગ લેવાયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી BRTSનો ચાર્જ છીનવાયો છે. આખરે છેલ્લે આઠ વર્ષ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ જો પહેલા જ આ કાર્યવાહી કરવામાં આવી હોત તો કેટકાય નિર્દોષ લોકોનો ભોગ ના લેવાતે.

Advertisement

પરંતુ આપણે અહીંયા પરંપરા છે કે ઘોડા તબેલામાંથી બહાર નીકળે પછી જ તાળા મારવામાં આવે.જ્યાં સુધી કોઈ ઘટના ના બને કોઈનો ભોગ ના લેવાય ત્યાં સુધી જાડી ચામડીના અધિકારીઓ કાર્યવાહી કરતા નથી.ખેર આખરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી BRTSનો ચાર્જ લઇ લેવામાં આવ્યો છે અને કમલેશ નાયકનો ચાર્જ ડો. રાજેન્દ્ર એમ પટેલ IASને સોંપવામાં આવ્યો છે.

ભ્રસ્ટાચારના કારણે લોકોના જીવ લેવાઈ છે
શનિવારના BRTS અકસ્માત કેસમાં આરોપીને એક દિવસના કોર્ટે રિમાન્ડ આપ્યા છે. આ મામલે ડ્રાઇવરે ધ્યાન ન રહ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે ડ્રાઇવર ઘરે જવાની લ્હાયમાં ઉતાવળ કરી રહ્યો હતો એવું સ્થાનિકોનું કહેવું છે. ડે.કમિ. કમલેશ નાયક પાસે સિટી લિંક સાથે પાલિકાના મહત્ત્વના હિસાબી શાખાની જવાબદારી હતી અને તેઓ વિભાગીય વડા હતા. આ ઉપરાંત તાજેતરમાં જ ચીફ એકાઉન્ટન્ટ આરીવાલા અઢી લાખની લાંચ લેવા પ્રકરણથી એકાઉન્ટ ખાતામાં ચાલતો ભ્રષ્ટાચાર ઉઘાડો પડી ગયો છે. આ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર છતાં તેમની પાસેથી હવાલો લેવાયો ન હતો. સિટી લિંકમાં પણ વહિવટી અણઆવડત છતાં વર્ષોથી ગાડું ગબડાવાઈ રહ્યું હતું.જેના કારણે સામાન્ય જનતાનો ભોગ લેવાઈ રહ્યો છે.ભ્રસ્ટાચારી અધિકારીઓના કારણે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવે છે તેમ છતાં પણ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.

Advertisement

Tags :
Advertisement
Advertisement