For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણઃ ઘરે-ઘરેથી કચરો ઉઠાવતી ટીમને ઘરેણા ભરેલું બોક્સ મળતાં ઓફીસમાં જમા કરાવ્યું

04:52 PM Feb 09, 2024 IST | V D
સુરતમાં ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણઃ ઘરે ઘરેથી કચરો ઉઠાવતી ટીમને ઘરેણા ભરેલું બોક્સ મળતાં ઓફીસમાં જમા કરાવ્યું

Door to door Garbage Collection Team: સુરતના લોકો માટે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવી એ નવી વાત નથી. ત્યારે મનપાના ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન(Door to door Garbage Collection Team) વાહનના સ્વછતા મિત્રોની એક ટીમને પૂણા ગામમાં ગાર્બેજ કલેક્શન દરમિયાન સોનાના ઘરેણાં ભરેલું બોક્સ મળી આવ્યું હતું. જે માલિકો સુધી પહોંચતું થાય તે માટે પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં તેમણે દાખવેલી પ્રમાણિક્તા માટે આજરોજ મેયર દ્વારા તેમને સ્મ્માનિત કરવામાં આવ્યાં હતાં.

Advertisement

બે પાટલા, બુટ્ટી અને હારનો સેટ મળી આવ્યો
ઈસ્ટ ઝોન-એ (વરાછા) વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અંતર્ગત ગાર્બેજ કલેક્શનના વાહનો દ્વારા પૂણા ગામના નિશાળ ફળિયા, મકનજી પાર્ક વિગેરે વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી થાય છે.આ વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઇ વાનખેડે તથા ડ્રાઇવર સલમાન શેખની ટીમને આ કામગીરી દરમિયાન પાટલા, બે બુટ્ટી અને એક હાર ભરેલું બોક્સ ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવતા તેઓ એ પૂણા-એ ની વોર્ડ ઓફીસના સ્ટાફ ને સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી પરંતુ માલિક નહીં મળતા પૂણા પોલીસ સ્ટેશનમાં વિગત આપી તે બોક્સ જમા કરાવી દીધું હતું.

Advertisement

જમા કરાવનાર સ્વચ્છતા મિત્રોનું શાસકો દ્વારા સન્માન
આ પ્રેરણાદાયી કાર્ય બદલ આ સ્વછતા મિત્ર ટીમને સુરત મહાનગર પાલિકા મેયર ઓફિસ ખાતે મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, આરોગ્ય સમિતિ અધ્યક્ષ નેન્સીબેન શાહ, કોર્પોરેટર વિપુલ મોવલિયા, કોર્પોરેટર ધનશ્યામ મકવાણાજી દ્વારા સન્માનિત કરવામા આવ્યા હતાં.

Advertisement

સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમ મેળવ્યો છે પરંતુ, માત્ર તેમની ફરજ પૂરતા પ્રમાણિક ન રહેતા તેમને મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ પણ આજે તેઓએ પ્રમાણિકતાપૂર્ણ તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement