For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

લસણના ફોતરાંને ન સમજો કચરો; આ 3 બીમારીનો છે રામબાણ ઈલાજ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

06:59 PM May 10, 2024 IST | V D
લસણના ફોતરાંને ન સમજો કચરો  આ 3 બીમારીનો છે રામબાણ ઈલાજ  જાણો કઈ રીતે કરવો ઉપયોગ

Garlic Peel: લસણના ફાયદાઓ વિશે દરેક જણ જાણે છે, પછી તે પેટ સંબંધિત રોગો હોય કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, લસણ શરીરને દરેક રીતે લાભ આપે છે. ભારતમાં સદીઓથી ઘણી વાનગીઓમાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે માત્ર લસણ(Garlic Peel) જ નહીં પરંતુ તેના ફોતરાં પણ ખૂબ જ ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કરીને ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

Advertisement

લસણની છાલના ફાયદા

Advertisement

સોજો દૂર કરો
લસણની સાથે તેના ફોતરાંમાં અનેક ગુણો જોવા મળે છે. જો તમારા પગમાં સોજા આવી ગયા હોય તો લસણના ફોતરાંને પાણીમાં ઉકાળો અને તેનાથી તમારા પગ ધોઈ લો. દિવસમાં ઓછામાં ઓછા બે વાર આ પાણીથી પગ ધોવા, તેનાથી સોજો ઓછો થાય છે.

Advertisement

પાચન ઝડપી કરે
લસણના ફોતરાંની મદદથી પાચન પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે. જો તમે ગરમ પાણીમાં ફોતરાં નાખીને ઉકાળો બનાવી તે ઉકાળીને તેનું સેવન કરો. જો કે, સેવન કરતા પહેલા ફોતરાંને ગાળીને કાઢી લો.

પોષણ વધારે
લસણની જેમ તેના ફોતરાંમાં પણ ઘણા ખાસ તત્વો જોવા મળે છે. સવારે ફોતરાંને પાણીમાં ઉકાળો. આ પાણીને ઠંડુ થવા દો અને પછી તેને ગાળીને તેનું સેવન કરો. દરરોજ તેનું સેવન કરવાથી શરીરને વધુ પોષણ મળે છે.

Advertisement

પિમ્પલ્સ દૂર કરે
લસણના ફોતરાંમાં ખાસ એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે ત્વચા પરના ખીલને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાની અન્ય સમસ્યાઓ જેમ કે સોજો, લાલાશ અને ખંજવાળ વગેરેને દૂર કરવામાં પણ મદદ કરે છે.

વાળનો ગ્રોથ વધારે છે
લસણના છોતરાને પાણીમાં ગરમ કરીને તેને વાળમાં લગાવવાથી વાળ સબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. જેમાં ડેન્દ્રૂફ કે ખણ આવવી જેવી સમસ્યા દૂર થાય છે.વાળનો ગ્રોથ સીધે છે

અસ્થમા
જે લોકોને અસ્થમાનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે લસણના ફોતરા ગુણકારી સાબીત થાય છે. તેના છોતરાને વાટીને તેને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી અસ્થમામાં રાહત મળે છે.

Tags :
Advertisement
Advertisement