Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

શું ખરેખર કેરી ખાવાથી ડાયાબિટીસ અને વજન ઘટે છે? જાણો શું છે હકીકત....

02:21 PM Apr 28, 2024 IST | V D

Mangoes: ઉનાળાની ઋતુ આવતાની સાથે જ કેરીમાં મોર આવી જાય છે. કેરી ખાવાનું દરેકને ગમે છે, પરંતુ ઘણા લોકો કેરી ખાતા નથી કારણ કે તેમને ડર છે કે કેરી ખાવાથી તેમનું વજન વધી શકે છે અથવા તેમની બ્લડ સુગર વધી શકે છે. જાણીએ કેરી(Mangoes) ખાવાના ફાયદા અને તેનાથી સંબંધિત માન્યતાઓ...

Advertisement

કેરી ખાવાથી ડાયાબિટીસના દર્દીનું બ્‍લડ શુગર વધી જાય, કેરી ખાવાથી વજન વધી જાય છે... આ પ્રકારની માન્‍યતાઓ લોકોના મનમાં હોય છે. જો તમે કેરી ખાવાના શોખીન છો તો આજે તમને આ વાતમાં કેટલું સત્‍ય છે તે જણાવી દઈએ અને સાથે જ જણાવીએ કે દિવસમાં કેટલી માત્રામાં કેરી ખાવી જોઈએ.

કેરી વિશે ખોટી માન્યતાઓ
ઘણા લોકો કહે છે કે તેમાં સુગર અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે. જે વાતમાં બિલકુલ સત્ય નથી.ડાયાબિટીસના દર્દીઓ અને વજન ઘટાડવા માંગતા લોકો સરળતાથી કેરીનું સેવન કરી શકે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સના ગુણો સાથે ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે.ગ્લાયસેમિક ઇન્ડેક્સ પર કેરી ખૂબ ઊંચી છે.

Advertisement

કેરીને લઈને આ એક ગેરસમજ છે. લોકો માને છે કે તેમાં શુગર વધારે હોય છે અને તેને ખાવાથી અચાનક બ્‍લડ શુગર વધી જાય છે. ડાયાબિટીસ હોય તેમના પર તો કેરી ખાવાનો પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. પરંતુ આવું કરવાની જરૂર નથી. ડાયાબિટીસમાં પણ કેરી ખાઈ શકાય છે. કેરીમાં નેચરલ શુગર વધારે હોય છે જેમાં ગ્‍લૂકોઝ અને ફ્રુક્‍ટોસ હોય છે. પરંતુ તેનું જીઆઈ 51 હોય છે. જેના કારણે કેરી ખાવાથી અચાનક બ્‍લડ શુગર વધતું નથી.કદાચ જો વધે તો પણ ધીરે ધીરે વધે છે.

કેરી ખાવાથી બ્‍લડ શુગર કંટ્રોલમાં રહે છે
એક રિસર્ચ અનુસાર તો કેરી ખાવાથી બ્‍લડ શુગર કંટ્રોલમાં ફાયદો થાય છે. વધારે વજન અને ડાયાબિટીસ ધરાવતા કેટલાક લોકો પર 12 સપ્તાહ સુધી આ અધ્‍યયન કરવામાં આવ્‍યું હતું. તેમને ડાયટમાં કેરી પણ આપવામાં આવી હતી. સંશોધન પછી સાબિત થયું કે કેરી ખાવાથી બ્‍લડ શુગર લેવલ અને ઈંસુલિન સેંસિટિવિટીમાં સુધારો થયો. એટલે કે બ્‍લડ શુગર કંટ્રોલ કરવા માટેની બેલેન્‍સ ડાયટમાં કેરીનો સમાવેશ કરી શકાય છે.ઘણા લોકોના મનમાં આ માન્‍યતા પણ હોય છે. કેરીમાં શુગરનું પ્રમાણ કુદરતી રીતે વધુ હોય છે પરંતુ કેલેરીની વાત કરીએ તો કેરીનું સેવન કરવામાં બેલેન્‍સ રાખવું જરૂરી છે. અન્‍ય ફળની સરખામણીમાં કેરીમાં કેલેરી ઓછી હોય છે. એક મધ્‍યમ આકારની કેરીમાં 150કેલેરી હોય છે.

Advertisement

કેરીને ડાયટમાં શામિલ કરી શકાય
કેરીના પોષકતત્‍વોની વાત કરીએ તો તે ડાયટરી ફાઈબર, વિટામિન અને એંટી ઓક્‍સિડેંટથી ભરપુર હોય છે. તે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફાયબર પાચન ક્રિયાને કંટ્રોલ કરી તૃપ્તિ વધારે છે. તેથી તેને વધારે માત્રામાં ખાઈ શકાતી નથી. કેરી ખાવાથી તંદુરસ્‍તી જળવાઈ રહે છે. તેથી કેરીને બેલેન્‍સ ડાયટમાં સામેલ કરી શકાય છે.

કેરી ખાવાના ફાયદા
પાચન તંત્રને યોગ્ય રાખો
કેરીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને લોહીના લિપિડ લેવલ અને કોલેસ્ટ્રોલ માટે પણ સારું છે.

આંખો સ્વસ્થ રાખો
કેરીમાં ઝેક્સાન્થિન અને કેરોટીન નામના તત્ત્વો જોવા મળે છે જે આંખો અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ચરબી બર્ન કરવામાં મદદ કરો
કેરીમાં વિટામીન B ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે લાલ રક્તકણોને વધારવામાં મદદ કરે છે. આ સાથે, તે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

લીવરને સ્વસ્થ રાખો
ફેનોલિક નામનું તત્વ જોવા મળે છે જે લીવરને નુકસાનથી બચાવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરો
આ અંગે રૂજુતા દિવેકર કહે છે કે કેરીમાં મેગ્નિફેરીન નામનું તત્વ જોવા મળે છે જે ઈન્ફેક્શન, કેન્સર અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Advertisement
Tags :
Next Article