Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ધનતેરસ પર કોઈ પણ કહ્યા વગર કરી લો આ કાર્યો- માતા લક્ષ્મી ચોક્કસ થશે પ્રસન્ન, ઘરમાં ક્યારેય નહિ ખૂટે ધનનો ભંડાર

11:18 AM Nov 08, 2023 IST | Dhruvi Patel

Do things on Dhanteras: શું તમે પણ તમારા જીવનમાં સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ કરવા માંગો છો? તો ધનતેરસ પર આ લેખમાં જણાવેલ 5 ઉપાય કરશો તો અવશ્ય, મા લક્ષ્મી તમારાથી થશે પ્રસન્ન, ત્યારે મિત્રો આ સૌ કોઈ જાણો છો તેમ દિવાળી એ હિન્દુ ધર્મમાં ઉજવવા માં આવતો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનો આ તહેવાર 5 દિવસ સુધી ચાલે છે 10 નવેમ્બરના રોજ બપોરે 12:35 વાગ્યે શરૂ થઈ રહી છે અને 11 નવેમ્બરે બપોરે 01:57 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં 10 નવેમ્બરને શુક્રવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે.

Advertisement

તો દિવાળી પર માતા લક્ષ્મી ની પૂજાનું ઘણું મહત્વ છે. તેમને ખુશ કરવા માટે ધનતેરસ થી લઈને દિવાળી સુધી લક્ષ્મી પૂજા નો સમય શ્રેષ્ઠ માનવા માં આવે છે. આ દરમિયાન દરેક વ્યક્તિ મા લક્ષ્મીની કૃપા થી ધનવાન બને તેવી ઈચ્છા રાખે છે. ત્યારે આવી સ્થિતિ માં જો તમે દિવાળીના લક્ષ્મી પૂજન પહેલા કેટલાક ખાસ ઉપાય કરશો તો માતા લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે ત્યારે દિવાળીના આગમન સુધી ઘર ની તમામ ગંદકી, ધૂળ, માટી, તૂટેલા વાસણો, કાટવાળી વસ્તુઓ, બગડેલી વસ્તુઓ અને અન્ય કચરો દૂર કરો. અને દિવાળી પહેલા ઘરની સારી રીતે સફાઈ કરો. તમારું ઘર જેટલું સ્વચ્છ હશે, તેટલી જ સકારાત્મક ઉર્જા હશે. મહાલક્ષ્મી ને એવા ઘર માં પ્રવેશ કરવો ગમે છે જ્યાં સકારાત્મક ઉર્જા વધુ હોય. જ્યાં ગંદકી છે ત્યાં નકારાત્મક ઉર્જા છે. આવી જગ્યા એ મહાલક્ષ્મી આવતી નથી.

ધનતેરસ પર કરી લો આ કાર્યો: (Do things on Dhanteras)

એકવાર ઘર સાફ થઈ જાય, ત્યાં ચારે બાજુ ગંગાજળ છાંટો. તેનાથી તમારા ઘર માં રહેલી થોડી પણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. એટલું જ નહીં તે તમારા ઘર માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આવા વાતાવરણ માં માતા લક્ષ્મી ન માત્ર તમારા ઘર માં આવશે પરંતુ લાંબા સમય સુધી નિવાસ કરશે.

Advertisement

દિવાળી આવે તે પહેલા ઘર ના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો. તમે ઈચ્છો તો ત્યાં શુભ અને લાભ પણ લખી શકો છો. આમ કરવા થી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘર માં વહેલા પ્રવેશ કરે છે. એવું કહેવાય છે કે જે ઘર માં મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિહ્ન હોય છે, ત્યાં દેવી લક્ષ્મી ની કૃપા વર્ષભર રહે છે.

દિવાળી ની પૂજા કરતા પહેલા ઘરના તમામ ભાગોને રંગબેરંગી રોશની, અસલ ફૂલો અને અન્ય વસ્તુઓ થી સજાવવા જોઈએ. આ તમારા ઘર ને આકર્ષક તો બનાવે જ છે સાથે સાથે સકારાત્મક વાતાવરણ પણ બનાવે છે. આવા સકારાત્મક વાતાવરણમાં મહાલક્ષ્મી વહેલી પ્રવેશ કરે છે અને તમને અનેક આશીર્વાદ આપે છે.

Advertisement

મા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરવા માટે મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી જોઈએ. આ રંગોળીમાંથી દેવી લક્ષ્મીના પગના નિશાન પણ બનાવવા જોઈએ. આ સિવાય મુખ્ય દરવાજા પર પણ દીવો પ્રગટાવવો જોઈએ. આ બધી વસ્તુઓ સાથે મહાલક્ષ્મી આપણા ઘરે વહેલા આવે છે.

Advertisement
Next Article