Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

Akshaya Tritiya 202: ભૂલ્યા વગર અખાત્રીજના દિવસે કરો આ ચાર સરળ કામ, સુખ- સમૃદ્ધિથી છલકાઈ જશે ઘર

11:04 AM May 10, 2024 IST | Vanshika Dungarani

Akshaya Tritiya : અક્ષય તૃતીયાનો એટલે કે અખાત્રીજ પાવન પર્વ આ વર્ષે 22 એપ્રિલ અને શનિવારના રોજ ઉજવાશે. અક્ષય તૃતીયાના (Akshaya Tritiya) દિવસે સોનુ ખરીદવાની સાથે સાથે જ તીર્થ સ્થળો પર સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે જે કાર્ય કરવામાં આવે છે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. અખાત્રીજના આ દિવસે દાન કરવાથી પણ પાપનો નાશ થાય છે. 

Advertisement

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના (Akshaya Tritiya 2024 ) દિવસે દરેક વ્યક્તિએ આ ચાર કાર્ય જરૂરથી કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે આ ચાર કાર્ય કરવાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે અને સાથે જ વંશ વૃદ્ધિ થાય છે, પિતૃદોષથી પણ મુક્તિ મળે છે. ચાલો તમને જણાવીએ કે અક્ષય તૃતીયા પર કયા ચાર કામ કરવા શુભ મનાય છે.

Akshaya Tritiya ના દિવસે જવની ખરીદી

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવા માટે જો તમે સક્ષમ ના હોય તો તમે જવની પણ ખરીદી કરી શકો છો. અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં જવ ખરીદીને લાવવાથી પણ પરિવારમાં બરકત જળવાઈ રહે છે તેવું જ્યોતિષ શાસ્ત્રોમાં લખાયેલું છે.

Advertisement

માતા લક્ષ્મીજી ગણેશજી અને કુબેર ભગવાનની પૂજા

અક્ષય તૃતીયાના દિવસે માત્ર સોનાની ખરીદીનું જ મહત્વ ન હોય પરંતુ આ દિવસે ઘરમાં ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને ધનપતિ કુબેરની પૂજા પણ કરવી જ્યોતિષ શાસ્ત્રો અનુસાર શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી સાથે ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં ધન સ્થિર રહે છે. અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી અને ગણેશની સાથે ભગવાન કુબેર ની પૂજા કરવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે.

પિતૃઓ માટે તર્પણનો દિવસ એટલે અખાત્રીજ

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કરીને પિતૃઓની પૂજા કરવી જોઈએ. સાથે આ દિવસે તેમને જલ પણ અર્પણ કરવું જોયે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે શ્રાદ્ધ કે પિંડદાન પણ કરી શકાય છે તેનાથી પિતૃ તૃપ્ત અને ખુશ રહે છે. આ કરવાથી વંશ વૃદ્ધિ અને સુખી જીવનના આશીર્વાદ મળે છે.

Advertisement

દાન દક્ષિણા

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સ્નાન અને દાન કરવાનું વિધાન છે. અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ એટલે કે એવું પુણ્ય જેનો નાશ થતો નથી. આ દિવસે યથાશક્તિ બ્રાહ્મણને વસ્ત્રદાન અન્નદાન કરવું જોઈએ, સાથે જ દક્ષિણા આપવી શુભ મનાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Advertisement
Tags :
Next Article