Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ઘરની આ જગ્યાઓ પર ન રાખવી ચાવી, કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો....

06:49 PM May 02, 2024 IST | Drashti Parmar

Vastu Tips: આપણા બધાના ઘરમાં ચાવીઓ તો હોય છે. કેટલીક ઉપયોગી હોય છે અને કેટલીક નકામી હોય છે. આપણી પાસે ઘરથી લઈને ઓફિસ, કાર, કબાટ સુધીની ચાવીનો ગુચ્છો હોય છે, પરંતુ ઘણીવાર આપણે તેને ક્યાંય રાખવાનો વિચાર પણ કરતા નથી. ચાવીઓ તેમની યોગ્ય જગ્યાએ રાખવાને બદલે, આપણે તેને હંમેશા એમથી તેમ મૂકી દયે છે. આવી સ્થિતિમાં તેને શોધવામાં જ સમયનો વ્યય થતો નથી પરંતુ સમયની સાથે વાસ્તુ દોષો(Vastu Tips) પણ સર્જાય છે. વાસ્તુના દૃષ્ટિકોણથી, ચાવીઓ તેમની જગ્યાએ ન હોવી તે સારું માનવામાં આવતું નથી. ચાવી ક્યાં અને કેવી રીતે રાખવી જોઈ? તો ચાલો જાણીએ ચાવી રાખવાની સાચી અને યોગ્ય દિશા.

Advertisement

1. ચાવીઓને હંમેશા સાચી દિશામાં રાખો. દુકાન અને ઓફિસની ચાવી હંમેશા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. તમારે તિજોરીની ચાવી દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. આ ખૂબ જ સારી દિશા માનવામાં આવે છે, તેનાથી આશીર્વાદ મળે છે. સાથે જ પ્રગતી પણ થાય છે.

2. ચાવી ખોવાઈ જશે એવું વિચારીને આપણે ઘણી વાર પૂજા સ્થળે નાની સાઈઝની ઘરની ચાવી રાખીએ છીએ. પરંતુ વાસ્તુ અનુસાર પૂજા સ્થાન પર ચાવીઓ ક્યારેય ન રાખવી જોઈએ. આમ કરવાથી મન પૂજાથી વિચલિત થવા લાગે છે. સાથે જ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ ઓછો થવા લાગે છે, તેથી ક્યારેય પણ પૂજા સ્થાન પર ચાવી ન રાખો.

Advertisement

3. બ્રહ્મા સ્થાન પર ચાવીઓ રાખવાથી નકારાત્મકતા વધે છે. તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા પેદા થાય છે કારણ કે ચાવીઓ ધાતુની બનેલી હોય છે અને જ્યારે તેને બ્રહ્મા સ્થાનમાં રાખવામાં આવે છે તો તેની વિપરીત અસર થવા લાગે છે. આ ઉપરાંત, તે ઘરના આંતરવ્યક્તિત્વ સંબંધો પર પણ નકારાત્મક અસર કરે છે અને તકલીફ ઊભી કરે છે.

4. ઘરની ચાવીઓ ઉત્તર-પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ કારણ કે આપણે ચાવીઓ સાફ નથી કરતા. તે એકદમ ગંદા હોય છે અને જો આપણે આવી ગંદી ચાવીઓ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખીએ તો તે દૂષિત થવાની સંભાવના રહે છે. તે જ સમયે, ધાતુની વસ્તુઓ ક્યારેય ઉત્તર-પૂર્વ ખૂણામાં ન રાખવી.

Advertisement

Advertisement
Tags :
Next Article