For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સાયણ ખાતે ભાવિઆચાર્યની હાજરીમાં માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો- યુવાનોનો ભવ્ય રાસોત્સવનું આયોજન

11:12 AM Oct 31, 2023 IST | admin
સાયણ ખાતે ભાવિઆચાર્યની હાજરીમાં માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો  યુવાનોનો ભવ્ય રાસોત્સવનું આયોજન

શ્રધ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, (shradhdha welfare trust) માધર - સાયણ ખાતે માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો-યુવાનો સાથે ઉજવાયો ભવ્ય રાસોત્સવ યોજાઈ ગયો.

Advertisement

Advertisement

આ રાસોત્સવ માં સુરત સહિત આસપાસ નાં વિસ્તારો માંથી ખુબ જ મોટી સંખ્યા માં ધર્મપ્રેમી સજ્જનો ઉમટ્યા હતા, આ પ્રસંગે ખાસ વડતાલ થી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નાં ભાવિઆચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ઉપસ્થિત રહી માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો-યુવાનો ને ભોજન પ્રસાદ પીરસ્યુ અને એમની સાથે રાસ માં પણ જોડાયા, માતાજી ની આરતી ઉતારી ત્યાં હાજર વિશાળ જન મેદની ને સંબોધતા આવા સેવાકાર્ય ને બિરદાવતા એમની હાજરી ને પોતાનુ અહોભાગ્ય માન્યુ હતું.

Advertisement

Shradhdha Welfare Trust ના મીડિયા કન્વીનર જતીન મોરડીયાએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય નાં ભાવિઆચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા. શ્રધ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, માધર દ્વારા દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે આવા કાર્યક્રમો સત્તા આયોજિત થતા રહે છે અને આ કાર્યક્રમમાં પણ અસંખ્ય સેવાભાવી ભક્તોએ હાજરી આપી હતી અને દિવ્યાંગ બાળકો સાથે સહપરિવાર સમય વિતાવ્યો હતો.

Advertisement

Tags :
Advertisement
Advertisement