For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોના 10 હજાર બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ અને સન્માન કરાયું

09:29 AM Jun 04, 2024 IST | V D
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોના 10 હજાર બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ અને સન્માન કરાયું

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત (Diamond Workers Union) દ્વારા આયોજીત રત્નકલાકારો ના તેજસ્વી બાળકો ના સન્માન કાર્યક્રમ અને 10,000 હજાર બાળકો ને વિનામૂલ્યે નોટબુક વિતરણ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. હીરાઉદ્યોગ (Diamond Industry News) ના અગ્રણી સંગઠનો અને ઉધોગકારો ના સહયોગ થી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજે 20,000 હજાર લોકો એ ભાગ લીધો હતો ભોજન સમારંભ નો તમામ ખર્ચ હીરાઉદ્યોગ અગ્રણી ઉદ્યોગકાર સુરેશભાઈ ભોજપરા લખાણી (Suresbhai Bhojapara) એ ઉઠાવ્યો હતો અને સન્માન કાર્યક્રમ મા હાજરી આપી બાળકો ને સન્માનીત કરી પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.

Advertisement

Advertisement

10,000 હજાર બાળકો ને નોટબુક ના દાતા જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ એન્ડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન-મુંબઈ એ મુખ્ય દાતા તરીકે આર્થિક સહયોગ આપ્યો હતો નોટબુક ના અન્ય દાતા તરીકે કિરણ જેમ્સ તથા મીરા જેમ્સ,ભંડેરી લેવગ્રોન ડાયમંડ,ધરતી ડાયમંડ,મૈત્રી ડાયમંડ, રાધેશ્યામ ડાયમંડ, શીતલ ડાયમંડ,દિયોરા ડાયમંડ એ કાર્યક્રમ ને સફળ બનાવવા સાથ સહકાર આપ્યો હતો.

Advertisement

ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન દિનેશભાઈ નાવડિયા તથા વિજયભાઈ માંગુકિયાએ કાર્યક્રમ ને સફળ બનાવવા ખુબ સારો સાથ સહકાર આપ્યો હતો સન્માન કાર્યક્રમ મા સુરત ના સાંસદ મુકેશભાઈ દલાલ તથા અમીતભાઇ ચાવડા તથા સુરત ના મેયર દક્ષેશભાઈ માવાણી અને વિરોધપક્ષ ના નેતા પાયલબેન સાકરીયા એ હાજરી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા

Advertisement

સન્માન કાર્યક્રમ મા સુરત ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ જગદીશભાઈ ખૂટ તથા ડાયમંડ હોસ્પિટલ ના ચેરમેન  સી.પી. વાનાણી તથા ભરતભાઇ કાકડીયા એ હાજરી આપી બાળકોને સન્માનિત કર્યા હતા સન્માન કાર્યક્રમ ને સફળ બનાવવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના પ્રમુખ રમેશભાઈ જીલરીયા તથા ઉપ પ્રમુખ ભાવેશભાઈ ટાંક તથા મંત્રી હરી મારાજ કુબાવત અને યુનિયન ની ટીમ એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Tags :
Advertisement
Advertisement