For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષ પૂર્ણ થતા, 400 દીકરીઓને 1-1 લાખના બોન્ડ આપશે- આ રીતે કરશે તેઓ દશાબ્દી મહોત્સવની ઉજવણી

11:45 AM Mar 16, 2024 IST | Chandresh
સુરતમાં ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષ પૂર્ણ થતા  400 દીકરીઓને 1 1 લાખના બોન્ડ આપશે  આ રીતે કરશે તેઓ દશાબ્દી મહોત્સવની ઉજવણી

Diamond Hospital in Surat: સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વીડીયા હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલ દ્વારા (Diamond Hospital in Surat) દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.

Advertisement

આ અંગે પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, તારીખ 22 મે ફેબ્રુઆરી 2014 ના રોજ માતુશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વીડીયા હોસ્પિટલની સ્થાપના થઈ હતી.ત્યારે 22 મે ફેબ્રુઆરી 2024ના રોજ સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે જે અનુસંધાને ડાયમંડ હોસ્પિટલ દ્વારા દશાબ્દિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

Advertisement

આ અંગે હોસ્પિટલના ચેરમેન સી.પી. વાનાણીએ જણાવ્યું હતું કે, દશાબ્દિ મહોત્સવનું આયોજન 17મી માર્ચ અને રવિવારના રોજ સાંજે કિરણ હોસ્પિટલ -2ના ગ્રાઉન્ડ મોટા વરાછા ખાતે કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં 5,000 થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે દશાબ્દિ મહોત્સવની ઉજવણીના પ્રસંગે 400 દીકરીઓને એક - એક લાખ રૂપિયાના બોન્ડ વિતરણ કરવામાં આવશે.

Advertisement

જુદા-જુદા સમાજના લોકોને અંદાજે રૂ.250 કરોડથી પણ વધુ રકમની રાહત તબીબી સેવા, સુવિધાઓમાં કરી આપવામાં આવી છે. ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનાર 2000 દીકરીઓને રૂ.1 લાખના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે. અમને આનંદ છે કે, દશાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે વધુ 400 દીકરીઓને 1-1 લાખના બોન્ડ વિતરણ કરવામાં આવશે.

છેલ્લા દસ વર્ષમાં હોસ્પિટલમાં 11,64,000 થી વધુ દર્દીઓએ સારવાર લીધી છે.જેમાં 26,556 ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં 2000 દીકરીઓને એક લાખ રૂપિયાના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે.આ દશાબ્દિ મહોત્સવની ઉજવણીમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા, રાજ્યસભાના સદસ્ય ગોવિંદભાઈ ધોળકિયા, કેન્દ્ર સરકારના મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement