For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ફરી ધણધણી ઉઠી કચ્છની ધરા, 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા- લોકો ઘર બહાર દોડી ગયા

04:53 PM Apr 18, 2024 IST | V D
ફરી ધણધણી ઉઠી કચ્છની ધરા  3 7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા  લોકો ઘર બહાર દોડી ગયા

Earthquake in Kutch: ભીષણ ગરમીના વધતા પ્રકોપ વચ્ચે કચ્છના પેટાળમાં પણ ઉષ્માનો વધારો થતો હોય તેમ પખવાડિયામાં ચાર વખત લઘુતમ સ્તરના આંચકાથી જિલ્લાની ધરા કંપી ઉઠી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયું હતું. આજે બપોરે 1.36 મિનિટે દુર્ગમ ખાવડાથી 30 કિમિ દુર ભારક પાકિસ્તાન સરહદ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો 3.7ની તિવ્રતાનો ભૂકંપનો(Earthquake in Kutch) આંચકો નોંધાયો હતો. લગાતાર આવતા રહેતા આંચકાના પગલે લોકોમાં ભૂકંપનો ભય પણ યથાવત રહેવા પામ્યો છે.

Advertisement

કચ્છના ખાવડા નજીક આવ્યો ભૂકંપનો ઝટકો
કચ્છના ખાવડા નજીક ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. 1.36 મિનિટે 3.8 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડાથી 30 કિ.મી નોર્થ વેસ્ટ દુર હોવાનું સામે આવ્યુ છે.

Advertisement

3.7ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો નોંધાયો
ભૂકંપ ઝોન 5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકા સતત પોતાની હાજરી પુરાવતા રહે છે. સદભાગ્યે આફ્ટર શોકના કારણે જાનમાલની કોઇજ નુકશાની પહોંચતી નથી પરંતુ લોકમાનસમાં ભૂકંપનો દર કાયમ બની રહે છે.

Advertisement

છેલ્લા પંદર દિવસમાં આવેલા આંચકા પર નજર કરીએ તો વર્તમાન માસની તા.4ના સવારે 9.12 મિનિટે ભચાઉ નજીક 2.9, તા. 14ના પરોઢે 5.8 મિનિટે ખાવડા નજીક 2.9, ગઈકાલ બપોરે 2.51 મિનિટે 2.8 અને આજે બપોરે 1.36 મિનિટે 3.7ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. લગાતાર આવતા રહેતા આંચકાનો સિલસિલો આજદિન સુધી યથાવત રહેવા પામ્યો છે.

ભૂંકપનો ઘટનાક્રમ
કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 10 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ માં તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. મહત્વપૂર્ણ છે કે, કચ્છ જિલ્લો ધરતીકંપના જોખમમાં આવેલું ક્ષેત્ર છે, અને હળવા આંચકા આવવાની ઘટના એક નિયમિત ઘટના છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) મુજબ, ગુજરાત રાજ્ય ઘણા મોટા ભૂકંપના જોખમનું સામનો કરી ચુક્યુ છે અને વર્ષ 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને 2001માં ભૂકંપની ઘણી મોટી ઘટનાઓ જોવા મળી હતી.

Advertisement

એમાં પણ વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપે છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો, જેમાં 13,800 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખથી વધુ લોકો ઘાયલ થયા હતા.

Tags :
Advertisement
Advertisement